ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જુના દેવળીયા ગામે પોલીસે દરોડો કરીને જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ત્રણ લાખથી વધુની રોકડ કબ્જે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે જુના દેવળીયા ગામે રેઈડ કરીને જાહેરમાં જુગાર રમતા રશ્મીન જગજીવનભાઇ ભોરણીયા, મુનાલાલ જેઠાલાલ પુજારા, હર્ષદ બનુભાઇ પઢીયાર, સંજય કાનાભાઇ ચરમારી, કલ્પેશકુમાર જયંતીભાઇ અઘારા, કાંતીલાલ કરશનભાઇ અઘારા, અજીતસિંહ બટુકસિંહ પરમાર, રમેશ ઉર્ફે ભરત ગાંડુભાઇ જોટાણીયા અને યુવરાજસિંહ બાપુભા પરમારને ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 3,07,000 રોકડા કબ્જે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.