જુનાગઢ જિલ્લાને નવ મોબાઈલ વેટેનરી યુનિટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ આધુનિક મોબાઈલ વેટેનરી યુનિટ જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકા ના ગામોમાં વસતા અબોલ પશુઓને આરોગ્ય અને ઈમરજન્સી સેવા મળી રહે તેવા આશયથી શરૂ કરવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લા ખાતે કુલ 18 જેટલી મોબાઈલ વેટરનરી યુનિટ વાહન કાર્યરત છે જેમાં નવ જેટલી મોબાઈલ વેટેનરી યુનિટનો ઉમેરો થતા આવનાર દિવસોમાં કુલ 27 જેટલી મોબાઈલ વેટરનરી યુનિટ વાહન કાર્યરત રહેશે જે જુનાગઢ જિલ્લાના અંદાજિત 270 થી વધુ ગામોના ખેડૂતોને અથવા પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને આશીર્વાદરૂપ પુરવાર થશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ પશુપાલન મંત્રી અને હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પારેખ તથા વહીવટી તંત્ર ટીમ દ્વારા જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે લીલી ઝંડી આપી નવી 9 મોબાઈલ વેટરનરી યુનિટને ખુલ્લી મુકવામાં આવી.
જૂનાગઢ જિલ્લાની નવ જેટલી મોબાઈલ વેટરનરી યુનિટ વાહનનું લોકાર્પણ કરાયું
Follow US
Find US on Social Medias