આસો મહિનાની નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. જેની શરૂઆત 15 ઓક્ટોબર 2023થી થશે. નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે.
પંચાંગ અનુસાર વર્ષમાં ચાર વખત નવરાત્રીનો પર્વ આવે છે જે આશો, ચૈત્ર, માઘ અને અષાઢના મહિનામાં આવે છે. આશો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી માતા દુર્ગાના ભક્તો માટે ખાસ હોય છે. ત્યાંજ માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રી તાંત્રિકો અને અઘોરિયો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.
- Advertisement -
નવરાત્રીના નવ દિવસ નવ દેવીઓની પૂજાનું મહત્વ રંગ અને ગ્રહ
ધટસ્થાપના તિથિ- 15 ઓક્ટોબર 2023
નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પહેલા રૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જે ચંદ્રનું પ્રતીક છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી બધા ખરાબ પ્રભાવ અને અપશગુન દૂર થાય છે. આ દિવસે ભક્તોને પીળા રંગના કપડા પહેરવા જોઈએ.
નવરાત્રીનો બીજો દિવસ
માતા દુર્ગાનું બીજુ સ્વરૂપ માતા બ્રહ્મચારિણી છે અને શરદી નવરાત્રીના બીજા દિવસે તેમની પૂજાનું વિધાન છે. માતા બ્રહ્મચારિણી મંગળ ગ્રહને પ્રદર્શિત કરે છે અને જે ભક્ત માતા બ્રહ્મચારિણીની પૂજા સાચા મનથી કરે છે તેમના બધા દુખ દૂર થાય છે. માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે લીલા રંગના કપડા પહેરો.
નવરાત્રીનો ત્રીજો દિવસ
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જે શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે. તેમની પૂજા કરવાથી શક્તિનો સંચાર થાય છે અને દરેક પ્રકારના ભય દૂર થઈ જાય છે. માતા ચંદ્રઘંટાની પૂજામાં ગ્રે રંગના કપડાં પહેરવા જોઈએ.
- Advertisement -
નવરાત્રીનો ચોથો દિવસ
નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે જે સૂર્યને પ્રદર્શિત કરે છે. ચતુર્થી તિથિ પર ઓરેન્જ કલરના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભવિષ્યમાં આવતા બધા દુખો દૂર થાય છે.
નવરાત્રીનો પાંચમો દિવસ
નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જે ભક્ત સ્કંદમાતાની પૂજા કરે છે તેમના ઉપર માતાની ખાસ કૃપા રહે છે. પંચમી તિથિ પર સફેદ રંગના કપડા પહેરવા અનુકુળ માનવામાં આવે છે.
નવરાત્રીનો છઠ્ઠો દિવસ
નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા થાય છે. આ દિવસે લાલ કપડા પહેરીને માતા કાત્યાયનીની પૂજા કરો જે બૃહસ્પતિ ગ્રહને નિયંત્રિત કરે છે. માતા કાત્યાયની પૂજા કરવાથી હિમ્મત અને શક્તિમાં વૃદ્ધિ થાય છે.
નવરાત્રીનો સાતમો દિવસ
આ દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. જે શનિ ગ્રહનો પ્રતીક છે. માતા કાલરાત્રીની પૂજા કરવાથી ભક્તોમાં વીરતાનો સંચાર થાય છે. સપ્તમી તિથિ પર તમને રોયલ બ્લૂ રંગના કપડા પહેરવા જોઈએ.
નવરાત્રીનો આઠમો દિવસ
નવરાત્રીના આઠમાં દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીને પૂજા કરો. માતા મહાગૌરી રાહુ ગ્રહને નિયંત્રિત કરે છે અને પોતાના ભક્તોના જીવનથી બધી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.
નવરાત્રીનો નવમો દિવસ
નવરાત્રીના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તે રાહુ ગ્રહને પ્રદર્શિત કરે છે તેમની પૂજા કરવાથી બુદ્ધિ જ્ઞાનનું સંચાર થાય છે. નવમી તિથિ પર તમને પર્પલ રંગના કપડા પહેરવા જોઈએ.