ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત યુવા પ્રદેશ અધ્યક્ષ એવા ડો. પ્રશાંત કોરાટ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે તેઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પ્રવાસ અર્થે આવી પહોંચ્યા હતા જેમાં ઉપલેટા શહેર અને તાલુકાના ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનો તેમજ સૌ નામી-અનામી હસ્તીઓ દ્વારા નવ નિયુક્ત યુવા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમ બાદ પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર આવતી તમામ પ્રતિમાઓને ફૂલ હાર પહેરાવી અને જાહેરમાર્ગો પર પસાર થઈ અને ઉપલેટા શહેરમાં આવેલ મુસ્લિમ કબ્રસ્તાનના સી.સી. રોડનું ખાતમુરત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા ગુજરાત યુવા પ્રદેશ અધ્યક્ષનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.


