જૂનાગઢનાં વિકાસ માટે હજુ ઘણું કરી શકાય તેમ છે
નિલેશભાઇ ધુલેશિયાએ કહ્યું હતું કે, જૂનાગઢનો ખુબ જ વિકાસ થયો છે. રોપ-વે,ઉપરકોટ સહિતનાં સ્થળોની વિકાસ થયો છે. જૂનાગઢનો પ્રવાસક્ષેત્રે હજુ વિકાસ થઇ શકે તેમ છે. તેમજ જૂનાગઢનાં વિકાસ માટે ટાઉન પ્લાનીંગ થાય તે જરૂરી છે. જૂનાગઢ એક દિશામાં આગળ વધી રહ્યું છે.ત્યારે ચોકકસ ટીપી સ્કીમની જરૂર છે. સરકારે તેના પર ખાસ ધ્યાન આપવું જોઇએ. જૂનાગઢનાં હાર્દ સમા નરસિંહ મહેતા તળાવનો મુદે અને શહેર મધ્યેથી પસાર થતી રેલ્વે લાઇન મુદે નિર્ણય થવો જોઇએ.આ બન્ને લોકોનો સ્પર્શતા મુદ્દા છે.
વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદારને એક ટિકિટ આપવી જોઇએ
- Advertisement -
નિલેશભાઇ ધુલેશિયાએ કહ્યું હતું કે, અગાઉ જૂનાગઢમાં સાંસદ, ધારાસભ્ય પાટીદાર સમાજનાં રહ્યાં છે. હવે જ્ઞાતિનાં સમીકરણો મુજબ ઉમેદવારની પસંદગી થઇ રહી છે. પહેલા જૂનાગઢ, માણાવદર અને કેશોદથી ટીકીટ માંગતા હતાં. હવે માણાવદરનાં ધારાસભ્ય ભાજપમાં છે અને કેશોદનાં ધારાસભ્ય મંત્રી છે. ત્યારે જૂનાગઢ વિધાનસભા બેઠકમાં કડવા પાટીદારને એક ટીકીટ આપવી જોઇએ. જૂનાગઢ જિલ્લામાં કડવા પાટીદારને એક ટિકિટ મળે તે જરૂરી છે.