P.I. કૈલા, PSI જાડેજા, આર. કે. જાડેજા, વિરમભાઈ ધગલ, મયુર પટેલ તથા એભલભાઈ બરાળિયાની સફળ કામગીરી
આધાર-પુરાવા વગરના, બે નંબરના નાણાંનું કનેકશન શોધવા ગતિવિધિ તેજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર આર્થિક ગુન્હા નિવારણ શાખાના સ્ટાફ દ્વારા આજરોજ આધાર-પુરાવા વગરના અને બે નંબરના નાણાંનું કનેકશન શોધવાની કામગીરીને સફળતા મળી હતી. આજરોજ બે આરોપીને ઝડપી પાડી કુલ રૂા. 1,24,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રોકડા રૂા. 2,14,00,000 તથા ફોર વ્હીલ કાર કિં. રૂા. 8,00,000 તથા મોબાઈલ ફોન નં. 3 કિં. રૂા. 33,000 મળી કુલ કિં. રૂા. 2,22,33,000નો મુદામાલ ઝડપી પાડ્યો છે.
રાજકોટ શહેર આર્થિક ગુન્હા નિવારણ શાખા ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટર જે. એમ. કૈલા, પોલીસ સબ ઈન્સ્પેકટર સી. બી. જાડેજા, એ.એસ.આઈ. આર. કે. જાડેજા, વીરમભાઈ ધગલ, પો.હે.કો. મયુરભાઈ પાલરીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, સ્મિતકુમાર વૈશ્ર્નાણી, પો.કો. ચેતનસિંહ ગોહિલ, એભલભાઈ બરાલીયાએ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી (જાતે. પટેલ ઉ.વ.43) અને જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર (જાતે પટેલ ઉ.વ.25)ને બેડી ચોકડીથી બેડી તરફ જતાં રોડ પર મુદ્દામાલ રોકડા રૂા. 90,00,000 અને સફેદ કલરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી 300 ફોરવીલ કાર નંબર જીજે03એનકે 3502ની કિં. રૂા. 8,00,000 તેમજ મોબાઈલ ફોન નં. 3 કિં. રૂા. 33,000 સહિત ઝડપી પાડ્યા છે આમ ઝડપાયેલા ઈસમો પાસેથી કુલ રોકડા રૂા. 2,24,00,000 મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.