40% રકમ જમા કરાવવી ફરજિયાત
1.44 કરોડના ચેક રીટર્ન કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ 1.44 કરોડના ચેક રીટર્ન કેસમાં આરોપી નિખિલ દયાળજી પુજારાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. નિખિલ પુજારાની સ્પેશ્યલ લીવ ટુ અપીલ નામંજુર કરતા હાઈકોર્ટના હુકમ મુજબ ચેકની રકમના 40 ટકા ભાગની રકમ તાત્કાલિક જમા કરાવવી ફરજિયાત છે, નહીં તો તેઓ જેલમાં જવા માટે તૈયાર રહેવું પડશે.
કેસની વિગતો અનુસાર, ફરિયાદી ભરતભાઈ તળાવિયાએ પ્રોપર્ટી ડીલ માટે નિખિલ પુજારાને રૂપિયા દોઢ કરોડ આપી લીધા હતા. આરોપીએ કામ પૂરું ન કરતાં બનાવટી બેન્ક લેટર અને બે બોંતેર-બોંતેર લાખના ચેક આપ્યા હતા. ચેક રીટર્ન થતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને કેસ ટ્રાયલ કોર્ટમાં ગયો હતો. ટ્રાયલ કોર્ટએ આરોપીને ચાર વર્ષની સજા સાથે ચેકની રકમનો ડબલ દંડ એટલે કે 2.88 કરોડ ફટકાર્યો હતો.
- Advertisement -
આ હુકમ સામે નિખિલ પુજારાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ બંને અપીલો યથાવત્ રાખવામાં આવી હતી. હાઈકોર્ટે અગાઉ ચેકની રકમના 25% જમા કરાવવાનું તેમજ વધુ 40% રકમ જમા કરાવવા હુકમ આપ્યો હતો. નિખિલ પુજારાએ આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે અપીલ નામંજુર કરી દેતા ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના હુકમો કાયમ રહી ગયા.
ફરીયાદી તરફથી કેસમાં એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી સહિતની ટીમ જવાબદાર રહી છે. આ ચુકાદા ચેક રીટર્ન મામલાઓમાં વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ તરીકે નોંધાયો છે, કારણ કે ટ્રાયલ કોર્ટે પહેલા વખત તરીકે 4 વર્ષની સજા સાથે ડબલ દંડ ફરમાવ્યો હતો.