આચાર્ય રમેશભાઇ શુકલ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ખાસ-ખબરના તંત્રી ક્ધિનર આચાર્ય સાથે ગોષ્ઠિ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 31-10-2024 ગુરુવારે કાળીચૌદશ (કાલરાત્રિ)એ પાલીતાણામાં કાલભૈરવ પીઠ ખાતે યજ્ઞ ભારતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના 7 કલાકે ધજાઆરોહણ, સવારના 6 કલાકે રૂદ્રાભિષેક, બપોરના 12 કલાકે રાજભોગ, મહાઆરતી 6-30 કલાકે થશે તેમ આચાર્ય રમેશભાઈ શુક્લ કાલ ભૈરવ પીઠ પાલીતાણા દ્વારા યાદીમાં જણાવાયું છે.સનાતન હિંદુ ધર્મમાં ચાર રાત્રિની પૂજાનું મહત્ત્વ છે. (1) શિવરાત્રિ, (2) નવરાત્રિ, (3) મોહરાત્રિ, (4) કાળરાત્રિ. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય- મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મળીને 14 થાય છે. 14ને જીત્યા પછી જીવનમાં ઉજાસ આવે છે એટલે કે દિવાળી આવે. જીવનમાં દીવાળી આવે પછી જ ભગવાન શ્રી રામ ગાદી પર બેસે એટલે કે બેસતું વર્ષ. આપણે બધા મળીએ ત્યારે રામ-રામ કહીને મળીએ છીએ. કાળીચૌદશ સાધકો માટેની રાત્રિ છે. ભારતમાં ચાર મંદિર આવેલા છે. કાશી (બનારસ), ઉજ્જૈન- ઈન્દૌર- ગુજરાતમાં પાલિતાણા.તા. 31-10-2024 ને ગુરુવાર યજ્ઞ ભારતનું ભવ્ય આયોજન પરંપરાગત થાય છે. સમય 8થી રાત્રિના 12-00 કલાક સુધી યજ્ઞ ચાલે છે. આ યજ્ઞની વિશિષ્ટતા એ છે, ભારતનો મોટામાં મોટો કુંડ છે (પદ્મકુંડ) રાજકુંડ કહેવાય. જે કુંડમાં અગિયાર કમલની પાંખડી છે. અગ્નિની શિખા (જ્વાળા) 8 ફૂટ નીકળે છે. 150 મણ લાકડા (કાષ્ટ)નો ઉપયોગ થાય છે. 25 ડબ્બા સરસવનું તેલ, 50 મણ કાળા તલ, પાંચ હજાર શ્રીફળ, પાંચ હજાર લીંબુનો ઉપયોગ થાય છે. સવા લક્ષ આહુતિનો મહાયજ્ઞ થાય છે. ભોજન પ્રસાદ પણ રાખવામાં આવે છે. શ્રી કાલ ભૈરવ દાદાને નૈવેદ્ય ધરવામાં આવે છે. મગજના લાડુ અને લીલુ શ્રીફળ ખાસ ધરવામાં આવે છે. યજ્ઞમાં બેસનાર વ્યક્તિને ખાસ કાળા વસ્ત્રો પહેરવાના છે. ખાસ એ કે અહીં જે વિદ્વાન બ્રાહ્મણો મંત્રો બોલે છે તે શાબરી મંત્રો છે. શાબર મંત્રનો કળિયુગમાં ખૂબ જ પ્રભાવ છે. શીઘ્ર ફળ આપનાર છે. ભગવાન શિવજીએ પાર્વતીજીને છેલ્લા મંત્રો સંભળાવેલા તેમાં (1) કાલીતંત્ર, (2) ડમરૂતંત્ર, (3) રૂદ્રતંત્ર, (4) ભૈરવતંત્ર. શ્રી ભૈરવ એ શિવનું પાંચમું સ્વરૂપ છે. પાંચમો અવતાર છે. કળિયુગમાં એમની ભક્તિ તુરંત ફળદાયી છે. દસ મહાવિદ્યા છે તેમ ભૈરવના સ્વરૂપ આઠ છે. (1) કપાલ ભૈરવ, (2) ક્રોધ ભૈરવ, (3) રૂદ્ર ભૈરવ, (4) ચંડ ભૈરવ, (5) ઉન્નમત્ત ભૈરવ, (6) અતિતાંગ ભૈરવ, (7) ભીષણ ભૈરવ, (8) સંહાર ભૈરવ મળીને અષ્ટ ભૈરવ કહેવાય છે.
ભૈરવ મંત્ર : ૐ હૂં હૂં મહાકાલ ભૈરવાય પ્રસીદ્ પ્રસીદ્ ર્રીં ર્રીં સ્વાહા:
સુખાકારી મંત્ર : ૐ નમો ભૈરવાય ભય ભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા:
દરેક ભક્તજનો રાષ્ટ્રયજ્ઞમાં આહુતિ આપવા જાહેર નિમંત્રણ છે.