364 શેરોમાં તેજીની સર્કિટ: માર્કેટકેપ 455 લાખ કરોડ
સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા બાદ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જ્યારે સેન્સેક્સે પણ 10.43 વાગ્યે 80895.63ની નવી રેકોર્ડ ટોચ નોંધાવી હતી. રોકાણકારોની મૂડી બે દિવસમાં રૂ. 4.36 લાખ કરોડ વધી છે.
- Advertisement -
બજેટમાં સકારાત્મક જાહેરાતો તેમજ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેવાના સંકેતો સાથે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. 10.45 વાગ્યે સેન્સેક્સ 185.03 પોઈન્ટ ઉછાળે, નિફ્ટી 63.10 પોઈન્ટ ઉછળી 24649.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીની નવી સર્વોચ્ચ સપાટી 24661.25 છે.
માર્કેટ બ્રેડ્થ મજબૂત
સ્ટોક માર્કેટની માર્કેટ બ્રેડ્થ સતત પોઝિટીવ રહેતાં હાલ તેજીનો દોર જળવાઈ રહે તેવી સંભાવના જોવા મળી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ 3768 શેર્સમાંથી 2286 શેર્સ સુધારા તરફી, 1329 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ફરી 217 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે. જ્યારે 16માં વર્ષનું તળિયું નોંધાયું છે. સમાચાર લખાયા ત્યાં સુધી 238 શેર્સમાં અપર સર્કિટ, 198માં લોઅર સર્કિટ વાગી હતી. નિફ્ટી ખાતે પણ 33 શેર્સ ગ્રીન ઝોનમાં અને 17 રેડ ઝોનમાં કારોબાર થઈ રહ્યા હતા.
- Advertisement -
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઉછાળો |
COALINDIA | 513.95 | 3.25 |
BPCL | 316.35 | 2.79 |
TATACONSUM | 1171.2 | 1.95 |
BHARTIARTL | 1464.25 | 1.85 |
TATASTEEL | 169.61 | 1.71 |
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઘટાડો |
SHRIRAMFIN | 2844 | -1.33 |
KOTAKBANK | 1819.8 | -1.29 |
SBILIFE | 1598.65 | -0.92 |
LT | 3629.95 | -0.59 |
NESTLEIND | 2578.85 | -0.58 |