-NIAએ સોમવારે ડાબેરી ઉગ્રવાદ-નક્સલ કેસમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બંને રાજ્યોમાં સંદિગ્ધોના ઠેકાણાઓ પર હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
- Advertisement -
NIAની અલગ-અલગ ટીમોએ સવારે રાજ્ય પોલીસ દળો સાથે દરોડા પાડવાનું શરૂ કર્યું. NIAના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે ડાબેરી ઉગ્રવાદના કેસમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કુલ 60 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે નેતાઓના ઘરની તલાશી લેવામાં આવી રહી છે તેમાં એવા લોકો પણ સામેલ છે જેમના નક્સલવાદીઓ સાથે સંબંધ હોવાની આશંકા છે. તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ગુંટુર, નેલ્લોર અને તિરુપતિ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
National Investigation Agency (NIA) carried out searches at more than 60 locations in Andhra Pradesh and Telangana in Left Wing Extremism (LWE) case. pic.twitter.com/PBHYcHwV4x
— ANI (@ANI) October 2, 2023
- Advertisement -
નોંધનીય છે કે, અગાઉ 9 સપ્ટેમ્બરના રોજ NIA એ ઓગસ્ટ 2023ના કેસના સંબંધમાં તેલંગાણા અને છત્તીસગઢમાં અનેક દરોડા પાડ્યા હતા જેમાં સુરક્ષા દળો સામે ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે જોડાયેલા વિસ્ફોટક સામગ્રી, ડ્રોન અને લેથ મશીનની રિકવરી સામેલ હતી. NIAએ કોઠાગુડેમના ચેરલા મંડલમાં જૂન મહિનામાં વિસ્ફોટક સામગ્રી, ડ્રોન અને લેથ મશીન જપ્ત કર્યા બાદ 12 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.