તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા પહોંચ્યા NIA અધિકારીઓ અને ગુસ્સે ભરાયેલા ટોળા શરૂ કર્યો પથ્થરમારો
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIA અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા એક અધિકારી ઘાયલ થયા હતા.
- Advertisement -
Bengal: NIA team comes under attack in Purba Medinipur while picking up suspect in blast case
Read @ANI Story | https://t.co/32sYvjz4RS #WestBengal #PurbaMedinipur #NIA pic.twitter.com/tLOAFnNmiD
— ANI Digital (@ani_digital) April 6, 2024
- Advertisement -
પોલીસને જાણ કરી હતી છતાં પણ….
આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીઓ મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે, દરોડા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઘટના અંગે NIA દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
#WATCH | West Bengal: NIA officers had to face protesters in Bhupatinagar while they were carrying out an investigation in connection with the Bhupatinagar, East Medinipur blast case. People allegedly tried to stop the NIA team from taking the accused persons along with them.… pic.twitter.com/KKL33S4Plm
— ANI (@ANI) April 6, 2024
અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ
NIA અધિકારીની ફરિયાદના આધારે ભૂપતિનગર પોલીસ સ્ટેશને મુખ્ય આરોપી મોનોબ્રોતો જાના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 341, 332, 353, 186, 323, 427, 34 અને PDPP એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984ની કલમ 3 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની વચ્ચે એજન્સીએ મોનોબ્રોતો જાનની ધરપકડ કરી છે.