દિલ્હીમાં એનઆઇએ આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન કરી રહી છે. ત્રણ આતંકવાદીઓ દિલ્હીમાં છુપાયા હોવાની બાતમી મળી છે. મીડિચા રિપોર્ટસ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફ શૈફી ઉજ્જમાં ઉર્ફ અબ્દુલ્લા, રિજવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લાહ ફાયજ શેખ છે. અનઆઇએએ આ ત્રણ આતંકવાદી પર ત્રણ- ત્રણ લાખ રૂપિયાના ઇનામ રાખ્યા છે.
- Advertisement -
છેલ્લા દિવસે એનઆઇએના ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકિઓની સામે મોટો નિર્ણય લેતા દેશના કેટલાક રાજ્યોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગેંગસ્ટની તપાસમાં એનઆઇએ દિલ્હીના એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડના 50થી વધુ સ્થળઓ પર છાપેમારી કરી હતી.
એનઆઇએનો આ નિર્ણય આતંકવાદીઓ અને ડ્રગ્સ ડીલર્ઝની વચ્ચે સાંઠગાંઠને નાબૂદ કરવા માટેના ઇરાદાથી લેવામાં આવ્યો છે. ભારતમાં બેઠેલા આતંકી વિદેશમાં રહેલા આતંકીઓ અને ગેંગસ્ટરને હવાલા ચેનલના માધ્યમથી હથિયાર અને ડ્રગ્સની સપ્લાઇ કરે છે.