જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં શંકાસ્પદ સ્થળોએ વહેલી સવારથી NIAએ સર્ચ શરૂ કર્યું
ગુજરાત સહિત 5 રાજ્યોમાં NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના રેડિકલેજેશન કેસમાં 5 રાજ્યોમાં સર્ચ હાથ ધરાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. NIA દ્વારા 19 સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તપાસ કરાઇ છે. મહત્વનું છે કે, શંકાસ્પદ સ્થળોએ વહેલી સવારથી NIA એ સર્ચ શરૂ કર્યું છે.
- Advertisement -
આતંકવાદી પ્રચાર અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓની માહિતી મળતા NIA દ્વારા ગુજરાત સહિત 5 રાજ્યોમાં સર્ચ હાથ ધરાયું છે. નોંધનિય છે કે, 2 મહિના પહેલા NIAએ આતંકી સુલતાન સલાહ ઉદ્દીન અયુબી ઉર્ફે અયુબી શેખની ધરપકડ કરી હતી.
આ સાથે અગાઉ આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં તપાસ કરાઈ હતી. જેમાં 26 સ્થળોએ સર્ચ કર્યા બાદ અયુબી ધરપકડ કરી હતી. આતંકી કાવતરાના કેસમાં ભૂમિકાને કારણે આરોપીની ધરપકડ કરાઈ હતી. જે બાદમાં હવે NIA દ્વારા જૈશ-એ-મોહમ્મદના રેડિકલેજેશન કેસમાં 5 રાજ્યોમાં સર્ચ હાથ ધરાયું છે.