ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યા એટલે જીવન વ્યવહારમાં ઉપયોગી થાય એવું શિક્ષણ. વર્તમાન કાળે શિક્ષણ એ માનવજીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. વિદ્યા એટલે કે શિક્ષણ એ એકવીસમી સદીની કરન્સી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળને લીધે આજે સમગ્ર વિશ્ર્વમાં શિક્ષણની માંગ વધી રહી છે ત્યારે વિદ્યા સંપાદનના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને રાજકોટના મવડી-પાળ રોડ પર વગળ ચોક પાસે આવેલ નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલનું આગામી તા. 26 ને બુધવારે શિવરાત્રિના પવિત્ર દિવસે મા સરસ્વતીના ચરણોમાં વિદ્યા તથા જ્ઞાન અર્થે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્પણ થવા જઈ રહ્યું છે.
- Advertisement -
એક નવા સીમાચિહ્નની શરૂઆતને ચિહ્નિત કરવા તેમજ જ્ઞાન અને ઉત્કૃષ્ટતાની શોધની ઉજવણી કરવા સાથે આગામી સત્રથી નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલનું પરિસર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે. નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલના સ્વપ્નદૃષ્ટાઓ પ્રવિણભાઈ પીપળિયા, અશોકભાઈ પાંભર, રમેશભાઈ પાંભર, નિખીલભાઈ ખૂંટ, અક્ષયભાઈ લુણાગરિયા અને જોન્ટીભાઈ શિયાણીએ રાજકોટના અતિ વિકસિત મવડી-પાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ, સ્પર્ધા વિનાનું ભણતર, ટેકનોલોજી અને નવીનતા, અભ્યાસક્રમનું લચીલું માળખું, લેંગ્વેજ લેબ., રોબોટિક લેબ, રાઈફલ શૂટીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, કરાટે, મ્યુઝિક, સિગિંગ, ડાન્સિંગ, પ્રાણાયામ, યોગ જેવા પ્રવૃત્તિઓ સાથે નૈતિક મૂલ્યો અને વિશ્ર્વસનીય પરિણામો આપવા કટિબદ્ધતા દાખવી છે. શિવરાત્રિએ લોકાર્પણ- વિદ્યાર્પણ થનાર રાજકોટના મવડી-પાળ રોડ પર વગળ ચોક પાસે આવેલા નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલ હવે રાજકોટના વિદ્યાર્થીઓનો દુનિયાના ડંકો વાગે તે માટે પ્રયત્નશીલ છે. વધુ માહિતી માટે 7670084700, 7670083700, 7670082700 પર સંપર્ક કરી શકાશે.