– બજેટમાં ટેક્ષ રાહતથી લોકોની ખરીદશક્તિ 15 બેઝીક પોઈન્ટ વધશે: વિકાસદર 7% રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આગામી નાણાકીય વર્ષ વિકાસને ગતિ આપનારૂ પણ પડકારજનક રહેશે તેવો સંકેત આપ્યો છે અને તેના કારણે રીઝર્વ બેન્ક પણ ફુગાવા સહિતના મુદે દબાણમાં રહેશે. રીઝર્વ બેન્કે તેના નધ સ્ટેટ ઓફ ઈકોનોમીથ રીપોર્ટમાં ગણાવ્યું હતું. કેન્દ્રીય બજેટમાં વિકાસને ગતિ આપવા અનેક પગલાઓ લીધા છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા.10 લાખ કરોડોનો ખર્ચ કરવા જાહેરાત કરી હતી
- Advertisement -
તેનાથી વિકાસ દર 7% રહેવાની ધારણા છે. ખાસ કરીને સરકારે જે આવકવેરાની મર્યાદા રૂા.5 લાખમાંથી રૂા.7 લાખ કરી તેના કારણે રૂા.35000 કરોડની રાહત એ માર્કેટમાં ખર્ચ રૂપે ઠલવાય તો કન્ઝમ્પશન ઈન્ડેકસ નવ બેઝીક પોઈન્ટ ઉંચો આવી શકે છે. રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર મિથેલ પાત્રા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં શા માટે આરબીઆઈ આશાસ્પદ ચિત્ર રજુ કરે છે તેના રીઝર્વ બેન્કે તેના રીપોર્ટમાં જણાવ્યું કે વિશ્વમાં હાલ મંદીની શકયતાઓ પર અર્થતંત્ર કામ કરી રહ્યા છે પરંતુ કારણ પણ આપવામાં આવ્યા છે જેમાં ટેક્ષમાં રાહતથી દેશના જીડીપીમાં વેગ મળશે.
ભાજપનું અર્થતંત્ર તેની સાથે જોડાયેલું નથી. ખુદની આંતરિક ગ્રોથ- તાકાતથી ભારતીય અર્થતંત્ર આગળ વધશે. જો કે તેમ છતાં જે રીતે વિશ્વભરમાં બેન્કો ફુગાવાની સ્થિતિ જોતા તેના વ્યાજદર હજું વધારે તેવી ધારણા છે તે વચ્ચે રીઝર્વ બેન્ક માટે એ નિશ્ર્ચિત કરવું પડકાર હશે કે તેણે આ વૈશ્વીક ટ્રેન્ડ પર ચાલવું કે પછી ભારતનો અલગ ટ્રેન્ડ અપનાવવો જેના કારણે આરબીઆઈ સતત દબાણ પર રહેશે
અને જો વૈશ્વીક વિકાસ દર ધીમો પડે અને ફુગાવો યથાવત રહે તો ભારતની વિકાસની ગતિને અસર કરી શકે છે. રીઝર્વ બેન્કે તા.17 ફેબ્રુઆરીના પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં જાન્યુઆરીમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન ના ગ્રોથરેટ- વોલ્યુમ અને વેલ્યુ બન્ને દ્રષ્ટિએ 2022ની સરખામણીમાં 2023માં ઘટાડો થયો છે. 2022માં યુપીઆઈના ટ્રાન્ઝેકશનનું વોલ્યુમ 100.5% હતું તે 2023માં જાન્યુઆરી માસમાં 74.1% રહ્યું છે.