રાજ્યમાં નવી જંત્રીના અમલ પહેલા દસ્તાવેજ રજિસ્ટ્રેશન કરાવનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રજાના દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે. આગામી 4, 7, 8 એપ્રિલે રજાના દિવસે પણ દસ્તાવેજની નોંધણી ગુજરાતભરની સબરજિસ્ટ્રારની કચેરીઓ ચાલું રાખવાનો નિર્ણય કરાયો છે.
પક્ષકારોની સહી થઈ ગઈ હશે તો 4 મહિના સુધી કરાવી શકાશે નોંધાણી
આ ઉપરાંત ગુજરાત સરકારના સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવેએ કહ્યું કે, 14 એપ્રિલ પહેલા પક્ષકારોની સહીં થવા પર 4 મહિના સુધી નોંધણી કરાવી શકાશે. એટલે કે નોંધણી કરાવવા માટેના દસ્તાવેજમાં 14મી એપ્રિલ પહેલા પક્ષકારોની સહી થઈ ગઈ હશે અને દસ્તાવેજ નોંધણી માટે તૈયાર હશે તથા 14મી એપ્રિલ પહેલા પૂરેપૂરી રકમનો સ્ટેમ્પ લગાડી દેવામાં આવેલો હશે ત્યારબાદના ચાર મહિના સુધી જૂની જંત્રીના દરથી તે દસ્તાવેજની નોંધણી કરી આપવામાં આવશે.
- Advertisement -
મિલકત ખરીદનારાઓને રાહત
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલથી જંત્રી દર વધી રહ્યો હોવાથી તેના પહેલા જ દસ્તાવેજ નોંધાવી દેવાની ઈચ્છા ધરાવનારાઓને દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.