‘ખાસ-ખબર’ કાર્યાલયની જયેશ બોઘરા, ભાસ્કર જસાણી, અનિલ ગજેરા, હિમાંશુ પંજવાણી, પરેશ પાદરીયા, વિપુલ પટેલ, કિશોરભાઈ સખીયા, હિતેશ રાદડીયા, મનસુખ સાકરીયા, મૌલીક ફલદુ, વિજય રૈયાણી, રાજેશ નશીત, શ્યામ પરમાર, કુનાલ હાંસલીયા, અશ્ર્વિન કાનાણી, સંદિપ પટેલ, પી. એચ. પનારા, જે. સી. પરસાણા, રાજેશ પરસાણા, નિખીલ ઝાલાવડીયા, તુષાર બખિયા, સુમીત વોરા, દિવ્યેશ છગ, ડી. ડી. મહેતા, રાજદીપ દાસાણી, એન્જલ સરધારા, શ્યામ પરમાર, સત્યેન ચાંગેલા, દિલીપ મહેતા, સી. એમ. પટેલ, પ્રશાંત પટેલ, અતુલ જોષી, કરણસિંહ ડાભી, પ્રતિક રાજ્યગુરુ, કુલદીપ રામાનુજ, અનીલ દાસાણી વગેરે મુલાકાત લીધી હતી.
રાજકોટ રેવન્યુ બાર એસો.માં પ્રથમ વખત મહિલા કારોબારી સભ્યોની નિમણૂકથી મહિલા એડવોકેટમાં ઉત્સાહ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રેવન્યુ ક્ષેત્રે વકીલોના ઉપસ્થિત થતાં પ્રશ્ર્નોના નિવારણ અર્થે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની સ્થાપના સને 2011માં કરવામાં આવેલ. રેવન્યુ બાર એસોસીએશનના સ્થાપક પ્રમુખ તરીકે અનિલભાઈ ગજેરા તથા તેમની ટીમના પ્રયત્નોથી રેવન્યુ બાર એસોસીએશનની સફળ કામગીરી બજાવતા આ રેવન્યુ બારમાં સમયાંતરે રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં બહોળી સંખ્યામાં વકીલ સભ્યો બનેલ. ત્યારબાદ આર. ટી. કથીરિયા તથા સી. એચ. પટેલના નેતૃત્વમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની કામગીરી આગળ ચાલેલ.
રેવન્યુ બાર એસોસીએશનની મુખ્યત્વે રેવન્યુના વકીલોની સબ રજિસ્ટ્રાર કચેરી સમક્ષ દસ્તાવેજોમાં થતી મુશ્કેલીઓ, દસ્તાવેજોની રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવતી નોંધમાં પડતી મુશ્કેલીઓ તેમજ બિનખેતી પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓના રેવન્યુ બાર એસોસીએશન તરફથી નિવારણ કરવામાં આવેલ. રેવન્યુ બાર એસોસીએશનમાં જોડાતા જુનિયર વકીલોને પણ જે કંઈ મુશ્કેલીઓ પડે તેમાં રેવન્યુ બારના હોદ્દેદારો દ્વારા હરહંમેશ સાથ સહકાર આપી તમામ જાતની મુશ્કેલીઓ દૂર કરવાના પૂરતા પ્રયત્નો કરેલ છે. રેવન્યુ બાર એસોસીએશનની સને 2011થી અનિલભાઈ ગજેરા, રમેશભાઈ ટી. કથીરિયા તથા સી. એચ. પટેલના નેતૃત્વમાં આજ દિવસ સુધી સફળતાપૂર્વક કલેકટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી વગેરે તમામ ઓફિસોમાં રજૂઆતો કરવામાં આવેલ છે અને પ્રશ્ર્નોના ઝડપી નિકાલ લાવવામાં રેવન્યુ બાર સફળ થયેલ છે. રેવન્યુ બાર એસોસીએશનની પ્રણાલી મુજબ આગામી સમય માટે સર્વાનુમત્તે રેવન્યુ બાર એસોસીએશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ રમેશભાઈ ટી. કથીરિયા, ઉપપ્રમુખો આનંદ જોષી, નિલેશ જી. પટેલ તથા ગીરીરાજસિંહ જાડેજા, સેક્રેટરી વિજય તોગડીયા, જોઈન્ટ સેક્રેટરીઓ પંકજ દોંગા તથા આનંદ બી. પરમાર, ટ્રેઝરર વિરેન વ્યાસ, સંગઠન મંત્રી રજનીકાંત ગજેરા, સહસંગઠન મંત્રીઓ ધર્મેશ સખિયા તથા કેતન મંડ, પ્રેસ મીડિયા ઈન્ચાર્જ જયભારત ધામેચા, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ વિમલ ડાંગર તથા કારોબારી સભ્યો હેમાંશુ શિશાંગીયા, નરેશ પરસાણા, અનિલ કાકડીયા, વિજય રામાણી, પિયુષ સખિયા, રિતેશ ટોપીયા, રીધમ ઝાલાવડીયા, દિપક લાડવા તેમજ મહિલા કારોબારી સભ્યો હિરલ જોષી, રશ્મિ સાપરીયા, નિશા લુણાગરીયા, મોહિની ચાવડા, ધારા મુલશા તથા લક્ષ્મી વાઢેરની વરણી કરવામાં આવેલ છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના ઉપરોક્ત હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની ટીમ સાથે માર્ગદર્શક મંડળમાં અનિલભાઈ ગજેરા, હિતેશભાઈ દવે, સી. એચ. પટેલ, જયેશભાઈ બોઘરા, ભાસ્કર જસાણી તેમજ પી. એચ. પનારા સેવા આપશે.