રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે ડો. માધવ દવેની વરણી કરવામાં આવી છે. ખુબ લાંબા સમયથી સસ્પેન્સનો ગઈકાલ રાત્રે અંત આવ્યો હતો અને ભાજપ દ્વારા નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. ત્યારે નવનિયુક્ત પ્રમુખ ડો. માધવ દવે પ્રમુખ બન્યા બાદ કાર્યાલય જતા પહેલા સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર ભાજપ અગ્રણી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ નવનિયુક્ત પ્રમુખ ડો. માધવ દવેને આશીર્વાદ આપી અંતરની શુભકામનાઓ પાઠવી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી મુકેશ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા અને તેજસ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ લેતા નવનિયુક્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે

Follow US
Find US on Social Medias


