વર્લ્ડ કપની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડે વિજયી શ્રીગણેશ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં 283 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો
ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી મળેલો 283 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં પૂરો કરી લીધો હતો.
- Advertisement -
ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો
આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. 10 રનના સ્કોર પર વિલ યંગના રૂપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. પરંતુ તે પછી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ મોરચો સંભાળ્યો હતો અને ઇંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઇ શરૂ કરી દીધી હતી. પહેલા બંનેએ પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી બંનેએ પોતપોતાની સદીઓ પૂરી કરી હતી. પ્રથમ સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ તોફાની અંદાજમાં સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં આ સદી ફટકારી હતી. તે દરમિયાન કોન્વેએ 2 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ રચિન રવિન્દ્રે પણ સદી ફટકારી હતી. રવિન્દ્રે 96 બોલમાં 123 રન કર્યાં હતા.
A scintillating maiden hundred from young sensation Rachin Ravindra drives the New Zealand chase 🎉@mastercard milestones moments 🏏#CWC23 | #ENGvNZ
Details 👉 https://t.co/W7jLpfcuNm pic.twitter.com/wNFD4AEYWn
- Advertisement -
— ICC (@ICC) October 5, 2023
ડેવોન કોનવેએ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારી
તેણે ઇંગ્લેન્ડના બંને પેસરો અને સ્પિનરોની ધોલાઈ કરી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી, જે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેમનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો, તેથી જવાબદારી તેના પર હતી કે તે ટીમને આગળ વધારે. તેમને 3 નંબર પર ઉતરેલા રચિન રવિન્દ્રએ સાથ આપ્યો હતો. તેઓ સદી ફટકારવાની પણ નજીક પહોંચી ગયા છે.
Two quickfire hundreds from Rachin Ravindra and Devon Conway helped New Zealand to a comfortable win in the #CWC23 opener 👊#ENGvNZ 📝: https://t.co/ROYLnOtSh0 pic.twitter.com/d9iBySMrR5
— ICC (@ICC) October 5, 2023
ન્યૂઝીલેન્ડે લીધો હારનો બદલો
2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું જેનો હવે ન્યૂઝીલેન્ડે બદલો લીધો છે અને પહેલી જ મેચમાં તેણે ધમાકેદાર શ્રીગણેશ કર્યાં છે.
ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં હતા. જો રૂટે 86 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન અને જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. વિલિયમસનની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે.