વડાપ્રધાનની વિરુદ્વ આપવામાં આવેલી ધમકીઓને લઇને 2019માં 18, 2020માં 32 અને 2021માં 50 લોકો વિરુદ્વ કેસ દાખલ કર્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નને મળી રહેલી ધમકીઓમાં ત્રણ ગણો વધારો થયો છે. ગત દિવસોમાં તેમના દ્વારા વેક્સિનેશન પર આપવામાં આવેલા નિવેદન અને ત્યારબાદના પ્રતિબંધોના વિરોધમાં સંસદની બહાર લોકોએ મોટા પાયે દેખાવો કર્યા હતા.
- Advertisement -
ત્યારબાદથી તેમની વિરુદ્વ હિંસક ટિપ્પણીઓ વધી રહી છે. ઇન્ફર્મેશન એક્ટ અંતર્ગત જારી કરવામાં આવેલા નવા ડેટાથી જાણવા મળે છે કે પોલીસે વડાપ્રધાનની વિરુદ્વ આપવામાં આવેલી ધમકીઓને લઇને 2019માં 18, 2020માં 32 અને 2021માં 50 લોકો વિરુદ્વ કેસ દાખલ કર્યો છે.
વડાપ્રધાન આર્ડર્નની વિરુદ્વ વેક્સિનેશન વિરોધી જૂથો દ્વારા અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી તેમની વિરુદ્વ દુવ્ર્યવહાર થવાનો ખતરો વધી ગયો છે. જાનથી મારી નાખવાની પણ ધમકી મળી રહી છે.
ફેબ્રુઆરીમાં સંસદની બહાર દેખાવો દરમિયાન માર્ગ પર કબજો કરીને રમખાણોથી લઇને પોલીસનો વિરોધ કરવા માટે સંસદના મેદાનમાં આગ લગાડવા જેવી ઘટનાઓ બની ચૂકી છે. જ્યારે 15 માર્ચે થયેલા માસ શૂટિંગને પણ તેની સાથે જોડીને જ જોવામાં આવે છે.
- Advertisement -
2 પુરુષોની વારંવાર ધરપકડ કરાઇ, પીછો પણ કર્યો
વડાપ્રધાનને ધમકીઓ આપવા બદલ બે પુરુષોની વારંવાર ધરપકડ કરવામાં આવી રહી છે. આ વર્ષે પીએમની હત્યા કરવાની ધમકી આપવાના આરોપ હેઠળ તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે એવી પણ ઘટનાઓ થઇ છે જેમાં કાર દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હોય.