અમેરિકાના ઉચ્ચ સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ આગાહી કરી છે કે કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના એક અત્યધિક સંક્રમક ઉપ-સ્વરૂપ બીએ.2 ના કારણે જલ્દી જ અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વૃદ્ધિ થઈ શકે છે.
વ્હાઈટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર ફાઉચીએ કહ્યુ કે અમેરિકામાં સામે આવનાર નવા કેસમાં ઉપ-સ્વરૂપ સાથે જોડાયેલા લગભગ 30 ટકા કેસ હોવાની આશંકા છે. તેમણે કહ્યુ કે બીએ.2 ઓમિક્રોનની તુલનામાં લગભગ 60 ટકા વધારે સંક્રમક હોય છે, પરંતુ આ વધારે ગંભીર પ્રતીત થતુ નથી.
- Advertisement -
ફાઉચીએ કહ્યુ આમાં એક વધેલી સંક્રમણ ક્ષમતા છે. તેમણે કહ્યુ, જોકે, જ્યારે આપ આ કેસને જુઓ છો તો આ વધારે ગંભીર પ્રકૃતિના લાગતા નથી. તેમણે કહ્યુ કે વાયરસથી ગંભીર રીતે બીમાર થવાથી બચવા માટે રસી અને બૂસ્ટર ડોઝ સૌથી સારા સંસાધન છે. આ સ્વરૂપના કારણે ચીન અને યુરોપના કેટલાક ભાગમાં સંક્રમણના કેસમાં વૃદ્ધિ જોવામાં આવી રહી છે.
ભારતીય મૂળના અમેરિકી સર્જન જનરલ વિવેક મૂર્તિએ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ધનની અછતને લઈને રવિવારે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ અમે જોઈએ છીએ દુનિયામાં શુ થઈ રહ્યુ છે અને ગયા વર્ષે જ્યારે દુનિયાના એક ભાગમાં કેસ વધે છે તો દુનિયાના બીજા ભાગોમાં પણ કેસ વૃદ્ધિ થાય છે. આપણે સતર્ક રહેવુ જોઈએ કે કેમ કે કોવિડ-19 મહામારી હજુ ગઈ નથી.
અમેરિકામાં કોરોનાની ચોથી લહેર: વધારે લોકડાઉનની સંભાવના
- Advertisement -
અમેરિકામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા-વેરિઅન્ટ BA.2ના આશરે 35 ટકા નવા કેસ નોંધાતાં ચિંતા પ્રસરી ગઈ છે. દર અઠવાડિયે ટકાવારી વધી રહી છે. બે અઠવાડિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ ગઈ છે, એમ અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન સંસ્થાએ જણાવ્યું છે. કોરોનાની ચોથી લહેર અમેરિકામાં શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય.