યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC) દ્વારા શુક્રવારના રોજ જાહેર કરવામા આવેલી નવી ગાઈડલાઈન અનુસાર હવે દેશમાં તમામ હાયર એજ્યુકેશન ઈંસ્ટીટ્યૂટમાંથી તમામ કોર્સના અભ્યાસ કરી શકાશે.
યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC) દ્વારા શુક્રવારના રોજ જાહેર કરવામા આવેલી નવી ગાઈડલાઈન અનુસાર હવે દેશમાં તમામ હાયર એજ્યુકેશન ઈંસ્ટીટ્યૂટમાંથી તમામ કોર્સના અભ્યાસ કરી શકાશે. નવી ગાઈડલાઈન અનુસાર, એક જ ક્ષેત્રમાં અભ્યાસ કરનારા ઈંસ્ટીટ્યૂટ મળીને સ્ટૂડેંટ્સને ડિગ્રી આપી શકશે. ઉદાહરણ તરીકે મેનજમેન્ટ, એજ્યુકેશન, લો, એન્જીનિયરીંગની સંસ્થા એક સાથે આવીને વિદ્યાર્થીને ડિગ્રી આપી દેશે. વિદ્યાર્થી પાસે મલ્ટીપલ એન્ટ્રી એક્ઝામનું ઓપ્શન હશે. તે અંતર્ગત એક કોર્સમાં કેટલીય વાર એનરોલ થવાનો મોકો મળશે.
- Advertisement -
તો વળી કોર્સ છોડવા અથવા તો તે કોર્સને ફરીથી સગવડતા પણ નવી ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, વિદ્યાર્થી મલ્ટીપલ મોડમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે. તેનો અર્થ એવો થાય છે કે, વિદ્યાર્થી ક્લાસરુમમાં ટીચરની સાથે સાથે અભ્યાસ કરવા ઉપરાંત ડિસ્ટેંસ લર્નિંગ અને ઓનલાઈન મોડમાં કોઈ પણ કોર્સ પણ કરી શકશે., આ તમામ કામ એક સાથે થઈ શકશે. નવી ગાઈડલાઈન અનુસાર વિદ્યાર્થીની પાસે ડુઅલ કોર્સનો ઓેપ્શન પણ મળશે. જો કે, આ ફક્ત બે માન્ય કોર્સ માટે જ હશે.
ત્રણ મોડમાં અભ્યાસનો મળશે વિકલ્પ
નવી ગાઈડલાઈન અનુસાર હવે દરેક ઈંસ્ટીટ્યૂટમાં વિદ્યાર્થીને ઓરિએંટેશન આપવામાં આવશે. સાથે જ કાઉંસલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યુજીસીએ તમામ રાજ્ય સરકારો અને યુનિવર્સિટીને કહ્યું છે કે, નવી ગાઈડલાઈન અનુસાર લાગૂ કરવા માટે તે પોતાના નિયમો બનાવે. તેમને આ અકેડમિક ઈયરથી નવા નિયમ લાગૂ કરવાના ઓપ્શન પણ મળી જશે. નવી ગાઈડલાઈન અનુસાર સ્ટૂડેંટ્સ પાસે ભણવા માટે ત્રણ મોડ પસંદ કરવાની આઝાદી હશે. તે અંતર્ગત તે દરેક સેમેસ્ટરમાં ફેસ ટૂ ફેસ ક્લાસરૂમ, ઓનલાઈન કોર્સ અથવા ડિસ્ટેંસ લર્નિંગમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકશે.
- Advertisement -
ગાઈડલાઈનની અન્ય મુખ્ય વાતો
યુજીસીની નવી ગાઈડલાઈન અનુસાર દેશમાં ત્રણ પ્રકારની સંસ્થા હોય છએ. તેમાં રિસર્ચ યુનિર્સિટી, ટીચિંગ યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજ સામેલ છે. જો કોઈ કોલેજમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થી છે, તો કોલેજ પોતાના લેવલ પર તેને ડિગ્રી આપી શકશે. આ ઉપરાંત તેમની પાસે અન્ય વિષયોના ડિપાર્ટમેંટ ખોલીને ઓટોનોમસ કોલેજનો દરજ્જો પ્રાપ્ત કરવાનો મોકો પણ મળશે. ત્રણ હજારથી ઓછા વિદ્યાર્થી હોવા પર કોલેજ અન્ય કોલેજ સાથે મળીને આ કામ કરી શકશે.