ગુજરાત સરકારે દાવાને નકાર્યો: આ મામલે જે અરજીઓ પેન્ડીંગ છે તેના પર ગુજરાત હાઈકોર્ટ સુનાવણી ચાલુ રાખે: સુપ્રીમ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
સોમનાથમાં બુલડોઝર એકશનમાં ગઈકાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિયાન નવો વણાંક આવ્યો હતો જેમાં મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે 1903માં આ જમીન તેમને આપવામાં આવી હતી, ગુજરાત સરકારે મુસ્લિમ સંગઠનના દાવાને ખોટો જણાવ્યો હતો.ગુજરાત સરકારે મુસ્લિમ સંગઠનના દાવાને ખોટો કહીને જણાવ્યું હતું કે જમીન સોમનાથ ટ્રસ્ટની હતી. ટ્રસ્ટ ઘણા સમય પહેલા આ જમીન સરકારને સોંપી ચૂકયું છે. ગેરકાયદે નિર્માણ હટાવવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી. અરજદાર ખોટા દાવા કરીને તેને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે.
- Advertisement -
ગુજરાત સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે હાલ સરકાર તે જમીન પોતાની પાસે જ રાખશે. તેને હાલ ત્રીજા પક્ષને નહીં આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ નિવેદનને રેકોર્ડમાં લેતા જણાવ્યું હતું કે આ મામલામાં કોઈ વચગાળાના આદેશની જરૂર નથી. જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. હાઈકોર્ટ તેના પર સુનાવણી ચાલુ રાખે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિર પાસે ગેરકાયદે નિર્માણ પર સપ્ટેમ્બર મહિનામાં બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી જેની સામે પટણી મુસ્લિમ સમાજે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી.