- એક જ કંપનીનાં લોકો કાનુની પ્રતિનિધિના સહયોગથી અરજી કરી શકશે
અમેરિકાની ઈમીગ્રેશન એજન્સીએ એક જ કંપનીના ઘણા લોકો અને તેમના કાનુની પ્રતિનિધિ H1-B ના રજીસ્ટ્રેશન અને અરજી માટે સહયોગ સાધી શકે એ માટે નવી સિસ્ટમ જાહેર કરી છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ બુધવારે જાહેર કર્યું હતું કે my-USCIS) ઓર્ગેનાઈઝેશનલ એકાઉન્ટસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ફોર્મ i-907નો હેતુ ચોકકસ પ્રકારની અરજી માટે પ્રિમીયમ પ્રોસેસીંગ સેવા પુરી પાડવાનો છે. ડીએચએસ આ માહિતીનો ઉપયોગ જે તે વ્યકિતને આવો ઈમિગ્રેશન લાભ આપવો કે નહિં તેનો નિર્ણય લે છે.
- Advertisement -
ઓર્ગેનાઈઝેશન એકાઉન્ટસ એક જ કંપનીમાં કામ કરતા ઘણા લોકો અને તેમના કાનુની પ્રતિનિધિને H1-B ના રજીસ્ટ્રેશન અને અરજીમાં સહયોગ અને તૈયારી, H1-B પિટીશન અને સંલગ્ન ફોર્મ i-907, પ્રિમીયમ પ્રોસેસીંગ સર્વિસ માટેની વિનંતી અંગેની મંજુરી આપતી હોવાનું USCIS એ બુધવારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, H-1B વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ પ્રકારના વ્યવસાય માટે ખાસ કુશળતા ધરાવતા વિદેશી નાગરિકોને ભરતી કરવાની મંજુરી આપે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાં હજારો કર્મચારીઓની ભરતી કરે છે. USCISએ જણાવ્યું હતું કે FY 2025 માટે H-1B ની ટોચ મર્યાદા 6 માર્ચથી 22 માર્ચ સુધી ખુલ્લી રહેશે.