ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 2 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 21.5 ઈંચ, ધોરાજીમાં 12 ઈંચ, પાટણ-વેરાવળમાં 15 ઈંચ, કોડીનારમાં 9 ઈંચ, જામ કંડોરણામાં 7 ઈંચ, તલાલામાં 12 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ, મેંદરડામાં સવા 4 ઈંચ, સુરતમાં સવા 4 ઈંચ, પેટલાદમાં પોણા 4 ઈંચ, માળીયા હાટીનામાં 3.5 ઈંચ, કેશોદમાં સવા 3 ઈંચ, દસાડામાં સવા 3 ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, લુણાવાડામાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, માણાવદરમાં સવા 2 ઈંચ અને ડભોઈમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- Advertisement -
આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યાતા છે.
#WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07)
Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R
- Advertisement -
— ANI (@ANI) July 18, 2023
આ વિસ્તારોમાં પણ પડી શકે છે વરસાદ
આ ઉપરાંત આજે દમણ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
20-21 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા છે.