નેધરલેન્ડની સામાન્ય ચુંટણીમાં મોટી જીત મેળવાનાર ગીર્ડ વાઇલ્ડર્સેને દુનિયાભરમાંથી મળનારા અભિનંદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના અધિકૃત એક્સ એકાઉન્ટ પર એખ પોસ્ટ કરીને બધાનો આભાર માન્યો છે. આ દરમ્યાન તેમણે ભારત અને ખાસ કરીને હિંદુઓનો આભાર માન્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં #INDIA નો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગીર્ટ વાઇલ્ડર્સ એક દક્ષિણપંથી નેતા છે. હાલ તેમણે કુરાન પર પ્રતિબંધ અને મુસ્લિમ દોયમ દર્જાના નાગરિક જેવા વિવાદિત નિવેદનો આપ્યા હતા. એઠલું જ નહીં, ભારતમાં પૈંગબર મુહમદને લઇને કરેલા નિવેદનમાં તેમણે નુપૂર શર્માનું સમર્થન કરીને ઘણા ચર્ચામાં રહ્યા હતા.
ગીર્ટ વાઇલ્ડર્સે પોસ્ટમાં શું લખ્યું?
નેધરલેન્ડના દક્ષિણપંથી રાજનેતાએ પોતાની પોસ્ટમાં લ્ખયું કે, મને ભારતથી કેટલીય રીતના સંદેશા મળ્યા. હું હંમેશા તે હિંદુઓનું સમર્થન કરીશ, જેના પર ફક્ત હિંદુ હોવાના કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં હુમલા કરવામાં આવે છે કાં તો મારવાની ધમકી મળે છે અથવા તો તેમના પર ખોટા કેસો ચલાવવામાં આવે છે.
- Advertisement -
Thanks so much to all my friends from all over the world who congratulated me on winning the Dutch elections.
Many kind messages came from #India: i’ll always support Hindus who are attacked or threatened to be killed or prosecuted in Bangladesh, Pakistan only for being Hindu.
— Geert Wilders (@geertwilderspvv) December 17, 2023
- Advertisement -
કોણ છે ગીર્ટ વાઇલ્ડર્સ?
નેધરલેન્ડમાં વાઇલ્ડર્સની ઓળખ દક્ષિણપંથી નેતાના રૂપમાં કરવામાં આવે છે. લોકોને પ્રભાવિત કરતા અને વિવાદિત નિવેદન આપનારા વાઇલ્ડર્સ પાર્ટી ફોર ફ્રીડમના સંસ્થાપક નેતા છે. 6 સપ્ટેમ્બર, 1963ના રોજ નેધરલેન્ડના વેનલોમાં જન્મેલા વાઇલ્ડર્સે રાજનૈતિક કરિયરની શરૂઆત ઉદારવાદી પાર્ટી પીપુલ્સ પાર્ટી ફોર ફ્રીડમ એન્ડ ડેમોક્રેસીની સાથે કરી હતી. વર્ષ 2006માં તેમણે પોતાની અલગ પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે અપ્રવાસન વિરોધી નીતિઓ પર વિશેષ જોર આપ્યું હતું.
વાઇલ્ડર્સ વિશેષ રૂપથી ગૈર-પ્શ્ચિમી અપ્રવાસિઓ સામે એક વિવાદત નિવેદન આપ્યું હતું. તેમણે મુસ્લિમ ધર્મની આલોચના કરતા મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે ડચ સંસ્કૃતિ અને પશ્ચિમી મૂલ્યો માટે મુસ્લિમ ધર્મનો મોટો ખતરો ગણાવ્યો હતો. વિવાદિત ટિપ્પણીઓના કારણે વાઇલ્ડર્સે કાયદાકિય પડકારોનો સામનો કરવો પડયો હતો. વર્ષ 2016માં નફરત ફેલાવવાવાળા ભાષણ માટે તેમને સજા મળી હતી, પરંતુ વિનંતીમાં તેમણે અદાલત પાસેથી રાહત મળી હતી.