ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દ્રોણ-કોદીયા ગામના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ, ઉના-ખીલાવડ રૂટની નવી જઝ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ઉના ગીરગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આ રજૂઆતને ધ્યાને લઈને ઉના જઝ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી, જેના ફળસ્વરૂપે આ નવો રૂટ શરૂ થયો છે.
આ નવી જઝ બસ સેવા શરૂ થવાથી ખીલાવડ, ઈંટવાયા, ફાટસર, કોદીયા, દ્રોણ, ગીરગઢડા અને વડવીયાળા સહિતના તમામ ગામોના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખુબ મોટો ફાયદો થશે. ગીરગઢડા જઝ બસ સ્ટેન્ડ ખાતે ઉનાથી ખીલાવડ નવા રૂટની બસનું ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે લીલીઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યું હતું. આ નવા રૂટની બસ શરૂ થતાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને આ તમામ ગામના આગેવાનો તથા ગ્રામજનોએ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભારમાન્યોહતો.