પેકેજડ ફૂડ અને ઠંડાપીણા જયુસ-કુકીંઝ-આઈસ્ક્રીમ સહિતની ચીજોમાં કેલેરીનાં બદલે ખાંડની માત્રા પર મર્યાદા: ફૂડ ઉદ્યોગમાં જબરો ઉહાપોહ-અવાસ્તવિક માર્ગદર્શિકાનું પાલન શકય ન હોવાનો સુર
પેકડ ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણામાં સુગરના ઉંચા પ્રમાણથી લોકોના આરોગ્ય પર સર્જાતા ખતરાને ધ્યાને રાખીને દેશમાં પ્રથમ વખત હવે સુગરની માત્રા નિર્ધારીત કરતો કાયદો અમલમાં મુકવાના ચક્રો ગતિમાન થયા છે. આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુફીશન દ્વારા પેકીંગમાં વેચાતી ખાદ્યચીજો તથા ઠંડા પીણા માટે સુગરની મર્યાદા નકકી કરવાની ભલામણ કરી છે. આ કદમથી લગભગ તમામ ઠંડા પીણા બ્રાંડ, જયુસ, કુકીંઝ, આઈસ્ક્રીમ, સહિતની ચીજોને અસર થશે.
- Advertisement -
ખાદ્ય પદાર્થો ઠંડા પીણામાં કેલેરીની માત્રાના નિયમના સ્થાને સુગર લેવલ નકકી કરવાની હિલચાલ છે.નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન તથા આઈસીએમઆરની ડાયેટરી માર્ગદર્શિકા 13 વર્ષ બાદ બદલશે. પેકેજડ ફૂડ ઉદ્યોગમાં આ મામલે અત્યારથી જ ઉહાપોહ શરૂ થઈ ગયો છે અને નવી માર્ગદર્શીકા આવાસ્તવિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકાર આ ભલામણો સ્વીકારીને લાગુ કરે તો મોટાભાગની ફૂડ તથા ઠંડા પીણાની બ્રાંડોએ પોતપોતાનાં ફોર્મ્યુલેશનમાં બદલાવ કરવો પડશે.
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશનનાં અધિકારીએ કહ્યું કે દેશમાં પ્રથમવાર આ પ્રકારની માર્ગદર્શીકા ઘડવામાં આવી છે. વૈશ્વિક માપદંડો આધારીત છે. ભારતમાં અત્યાર સુધી કયારેય સરકારે સ્પષ્ટ વ્યાખ્યા ઘડી ન હતી. ફેટ (ચરબી)સુગર (ખાંડ) તથા સોલ્ટ (નમક)ની ઉંચા માત્રા તથા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ન્યુનતમ કરવાની અનિવાર્યતા હોવાનું જરૂરી છે. છતાં નિયમનકારો કે સરકારોએ આ દિશામાં કાર્યવાહી કરી નથી.
બોર્નવીટા-બેબીફૂડ સેરેલેક સહીતનાં ખાદ્યપદાર્થોમાં સુગરના ઉંચા પ્રમાણ ઉપરાંત દેશમાં સ્થુળતા અને ડાયાબીટીસના વધતા કેસોથી સોશ્યલ મીડીયામાં સર્જાયેલા ઉહાપોહ પછી સરકારનું ધ્યાન ખેંચાયું છે. નવી માર્ગદર્શીકામાં સુગરની મહતમ માત્રા સુચવવામાં આવી છે. ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે, સંગઠન દ્વારા આ મામલે આઈસીએમઆરને રજુઆત કરવાની તૈયારી કરવામાં આવી છે.માર્ગદર્શીકા તૈયાર કરતી વખતે ઉદ્યોગોને વિશ્વાસમાં નથી લેવાયા. નવી માર્ગદર્શીકા વાસ્તવિક નથી અને માત્ર થિયરી આધારીત છે.
- Advertisement -
આ માર્ગદર્શીકા લાગુ થાય તો એકપણ ફૂડ પ્રોડકટ ‘હેલ્ધી’ ની વ્યાખ્યામાં આવી ન શકે. કંપનીઓએ ફોર્ચ્યુલેશન બદલાવવા પડે તો શકય નથી.કંપનીઓ સુગરની માત્રા લેબલ પર દર્શાવે છે અને તેના આધારે આરોગવી કે નહિં તે નિર્ણય ગ્રાહકોએ જ લેવાનો થાય છે.
હાલમાં સુગરનું પ્રમાણ કેટલુ?
(પ્રતિ 100 ગ્રામ)
- કોલા…10.6 ગ્રામ
- જયુસ…13 ગ્રામ
- બિસ્કીટ…24.8 ગ્રામ
- ચોકલેટ…27.9 ગ્રામ
- આઈસડ ટી…86 ગ્રામ