આ એન્ટીબોડી મોનોકલોનલ દવામાંથી આફ્રિકાના સંશોધકોએ લેબોરેટરીમાં તૈયાર કર્યો
આ દવાથી કેટલાય મહિના સુધી મેલેરિયાથી સુરક્ષા મળે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરમાં મેલેરિયાના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થાય છે. હવે મેલેરિયાથી બચાવને લઈને કરવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધકોએ ચોંકાવનારા દાવ કર્યા છે. આફ્રિકાના સંશોધકોએ મેલેરિયાથી બચાવ માટે મોનોકલોનલ એન્ટી બોડી નામની એક દવા તૈયાર કરી છે. દાવો કરવામાં આવ્યો છે કે તેનો એક ડોઝ 6 મહિના સુધી મેલેરીયાથી બચાવશે. વૈશ્વક સ્તરે મેલેરિયાને લઈને સરેરાશ દર 50 સેકંડે એક વ્યક્તિનું મોત થાય છે. સંશોધન ટીમનું નેતૃત્વ કરી રહેલ માલીમાં બાળકો સ્થિત યુનિવર્સિટી ઓફ સાયન્સીઝ, ટેકનીકસ એન્ડ ટેકનોલોજીમાં ભણાવનાર ડો. કસુમ કાયેંતાએ જણાવ્યું હતું કે લોકોને ઓછા સમયમાં મેલેરિયાથી બચાવવાની દવાની ખોજ કરાઈ છે. તેનું પરીક્ષણ 300 લોકો પર કરવામાં આવ્યું છે. જયાં મેલેરિયાનો પ્રકોપ સૌથી વધારે છે. પરીક્ષણ દરમિયાન અલગ અલગ માત્રામાં કેટલાક લોકોને એન્ટીબોડીના ડોઝ અપાયા હતા, જયારે કેટલાકને સામાન્ય દવા અપાઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે વધુ ડોઝ લેનાર 20 લોકોને મેલેરિયા નહોતો, જયારે ઓછો ડોઝ લેનાર 39 લોકોને આ રોગ થયો હતો, જયારે સામાન્ય દવા અપાઈ હતી તેમનામાંથી 86 લોકોમાં તપાસ દરમિયાન મેલેરિયા જોવા મળ્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ દવાથી મેલેરિયાથી સુરક્ષા અનેક મહિનાઓ સુધી થઈ શકે છે. આ દવાનો એવી રીતે ઉપયોગ કરવા જેવું છે જેવી રીતે મેલેરીયાથી બચવા માટે અન્ય ઉપાય કરવામાં આવે છે.
જેમકે, મેલેરિયાની ગોળી, મચ્છરદાની, વેકસીન આ એન્ટી બોડી એક બાળકને એક ઋતુમાં 5 ડોલર (400 રૂપિયા)માં આપવામાં આવે છે.