આગામી સપ્તાહે ડીફેન્સ એક્સ્પો : રાજ્યમાં કુલ 33 પ્રોજેક્ટના ખઘઞ થવાની શક્યતા
રાજકોટને મળનારો ટાટા-એરબસ લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાન પ્રોજેકટ વડોદરા નજીક સ્થપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી સપ્તાહથી ચાલુ થનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજ્યમાં સંરક્ષણ ઉત્પાદનમાં મૂડી રોકાણના જંગી પ્રોજેક્ટની જાહેરાત થઇ શકે તેવી શક્યતા છે અને ખાસ કરીને ડીસામાં ભારતીય હવાઈ દળના વધુ એક ડીફેન્સ એરબેઝને આ એક્સ્પો પૂર્વે જ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આર્ટિલેરી ગન વ્રજ કે જે આપોઆપ રિફીલ થઇ જાય છે.
તેના ઉત્પાદનમાં લાર્સન એન્ડ ટ્રુબો ઝંપલાવશે અને ટાટા એરબસ વડોદરા નજીક આર્મી માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફટ પણ બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરશે અને કુલ રુા. 5500 કરોડના નવા પ્રોજેક્ટની જાહેરાત થશે તેવું માનવામાં આવે છે. તા. 18 થી 22 દરમિયાન યોજાનારા આ ડીફેન્સ એક્સ્પોમાં ગુજરાતની એક પેવેલિયન પણ તૈયાર કરવામાં આવી છે અને તે વડાપ્રધાન તા. 19ના રોજ ખુલ્લી મુકશે.
ડીફેન્સ સેક્રેટરી અજય કુમારે જણાવ્યું કે ગુજરાતમાં ડીફેન્સ ઉત્પાદન પ્રોજેક્ટ માટે 33 જેટલી દરખાસ્ત આવી છે અને રુા. 5500 કરોડનું રોકાણ થશે. આ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ એક અલગથી સ્ટોલ ધરાવે છે અને ખાસ કરીને આ ચાર દિવસના એક્સ્પો દરમિયાન 30 જેટલા સેમીનાર યોજવામાં આવ્યા છે અને દેશના મોટાભાગના રાજ્યોના પોતાના સ્ટોલ હશે.