– એક્સેલ અને એક્સએક્સેલ સાઈઝના વસ્ત્રો લેવા નહી પડે
ભારત સરકાર થોડી વધુ આસાની કરવા જઈ રહી છે. હવે તમારે ફરજીયાત મોટા વસ્ત્રો લેવા નહી પડે. ખાસ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના વિવિધ ભાગમાં 25 હજારથી મહિલા તથા પુરુષોની શારીરિક બનાવટનો ડેટા એકઠા થશે. 15થી 65 વર્ષના આ લોકોના આખા શરીરનો ત્રિઆયામી સ્કૈન થશે. જેના આધારે વસ્ત્રો તૈયાર થશે.
- Advertisement -
કપડા ખરીદતી વખતે આપણે ભારતીયોને બ્રિટન, અમેરિકી સાઈઝમાં પસંદ કરવા પડે છે. આ અમેરિકા, યૂરોપના નાગરિકોની શારીરિક બનાવટ પર આધારિત છે, જે મોટા ભાગે ભારતીયોનો ફીટ બેસતા નથી. આ તકલીફને ધ્યાને લેતા કેન્દ્રીય કાપડ મંત્રાલયે ઈંડિયન સાઈઝ બનાવી રહી છે. ટેક્સટાઈલ સચિવ રચના શાહે જણાવ્યું કે, ઈંડિયા સાઈઝમાં કપડાનું માપ અને માપદંડ આકાર ભારતીયોની શારીરિક બનાવટ અનુસાર હશે, જે આપણને સારી રીતે ફીટ થશે.
હાલમાં એક્સ્ટ્રા સ્મોલ , સ્મોલ , મીડિયમ ,લાર્જ, એક્સ્ટ્રા લાર્જ અને ડબલ એકસ્ટ્રા લાર્જ માપના કપડામાં ભારતમાં મળી રહ્યા છે. તે અમેરિકા અને બ્રિટનમાં નક્કી થાય છે. કંપની ભારતીય હોય કે વિદેશી ભારતમાં આ જ માપના કપડા વેચાય છે. જ્યારે વિદેશીઓની ઊંચાઈ, વજન અને શારીરિક બનાવટ આપણાથી અલગ હોય છે. આ જ કારણે મોટા ભાગે માપની સમસ્યા આવે છે. રચના શાહે જણાવ્યું કે કપડા મંત્રાલયે ઈંડિયા સાઈઝ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
25 હજાર મહિલા-પુરુષોની શારીરિક બનાવટથી આ વસ્ત્રો તૈયાર થશે
- Advertisement -
પ્રોજેક્ટ અંતર્ગત ભારતના વિવિધ ભાગમાં 25 હજારથી મહિલા તથા પુરુષોની શારીરિક બનાવટનો ડેટા એકઠા થશે. 15થી 65 વર્ષના આ લોકોના આખા શરીરનો ત્રિઆયામી સ્કૈન થશે. તેના આધાર પર બનેલા માપનો ઉપયોગ ભારતીય અને વિદેશી કંપનીના કપડા તૈયાર કરતી વખતે ઉપયોગ થશે. ફક્ત કપડા જ નહીં, આ અધ્યયન વાહન, ફિટનેસ તથા ખેલ, કલા, કોમ્પ્યુટર ગેમિંગ અને વિમાન નિર્માણ જેવા સેક્ટરમાં પણ ભારતીયોની શારીરિત બનાવટના આધાર પર પ્રોડક્ટ બનાવવામાં મદદ મળશે.



