સ્ટન્ડિંગ સભ્ય મનીષ રાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના વોર્ડ નં.02માં આવેલ બજરંગવાડી વિસ્તારમાં આવેલ રેલનગરમાં નવી આંગણવાડી બનાવવાનું ખાતમુહુર્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલક યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી માધવભાઈ દવે તેમજ વોર્ડ નં.02ના કોર્પોરેટરશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું.તેમજ વોર્ડ નં.02ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.02ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.02ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.02ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા તથા ભાવેશભાઈ ટોયટા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય વિક્રમસિંહ જાડેજા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.