અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-2 ના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય લોકોને તેમજ પશુપાલકોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે: ડેરી ઉદ્યોગને વેગ મળશે: ભૂપતભાઈ બોદર
વડાપ્રધાન મોદીના કાર્યક્રમની જાણકારી આપતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું કે, આવતીકાલે આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદી રાજકોટ ખાતે પધારી રહ્યા છે અને તેઓ રાજકોટ ખાતે રોડ-શો, જાહેરસભા, વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાપર્ણ જેવા અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ત્યારે રાજકોટની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી નવા અમુલ ફેડ. ડેરી-2 ના મેગા ડેરી પ્લાન્ટનું ઈ-ભુમિપુજન કરવા જઈ રહ્યા છે, જેથી રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે.
- Advertisement -
દેશમાં ચોતરફ સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસના નવા આયામો સિધ્ધ કર્યા છે. ભારત વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ સ્થાન ધરાવે છે તેવી જ રીતે ગુજરાત રાજય એ દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજય છે. જેથી ડેરી ઉદ્યોગ અને પશુપાલકો માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જેના લીધે દેશના ડેરી ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ થઈ છે. આવતીકાલે રાજકોટના આંગણે ગઢકા ખાતે વડાપ્રધાન મોદી નવા અમુલ ફેડ. ડેરી-2 ના મેગા ડેરી પ્લાન્ટનું ઈ-ભુમિપુજન કરવા જઈ રહ્યા છે. આ રૂ.500 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-2 માં રોજનું 20 લાખ મીલ્ક પ્રોસેસીંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને દુધ તેમજ શુધ્ધ ઘી, બટર, મીલ્ક પાવડર, આઈસક્રીમ જેવી અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન પણ થશે. ત્યારે આ અમુલ ફેડ. ડેરી પ્લાન્ટ-2 ના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય લોકોને તેમજ પશુપાલકોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે અને ડેરી ઉદ્યોગને વેગ મળશે. ત્યારે આ અંગે રાજયના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, કેયુરભાઈ ઢોલરીયા વગેરે આગેવાનો તથા મહાનુભાવો એ રાજકોટના આંગણે નવા અમુલ ફેડ. ફાળવવા માટે કરેલા સહયારા પ્રયાસોને સફળતા મળી છે.