જન્માષ્ટમી હિન્દુ ધર્મનો એક વિશેષ તહેવાર છે, આ દિવસે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઑગસ્ટના રોજ મનાવવામાં આવશે.
જન્માષ્ટમીના દિવસે તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે, તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. એટલે આ દિવસે તુલસી સાથે જોડાયેલી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. જન્માષ્ટમીના દિવસે મહિલાઓએ તુલસીની પૂજા વાળ બાંધીને કરવી જોઈએ અને આ દિવસે પૂજા કરતી વખતે કાળા કપડાં બિલકુલ ન પહેરવા જોઈએ. આ ઉપરાંત જન્માષ્ટમીની સાંજે તુલસીને ભૂલથી પણ અડવું જોઈએ નહીં, કારણ કે, તુલસીને મા લક્ષ્મીનું રુપ માનવામાં આવે છે અને એવું કરવાથી મા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.
- Advertisement -
જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પત્તાને તોડવા નહીં, કારણ કે શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. આ સિવાય જન્માષ્ટમીના દિવસે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને તુલસીની સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. તેમજ તુલસીજીની પરિક્રમા કરવાનું ન ભૂલશો. જન્માષ્ટમીના દિવસે મા લક્ષ્મી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે તુલસીની આસપાસ કોઈપણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ. જન્માષ્ટમીના દિવસે તુલસીની સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણના ચાર નામ ગોપાલ, ગોવિંદ, દેવકીનંદન અને દામોદરનું ઉચ્ચારણ કરવાનું ન ભૂલવું જોઈએ.
આ બધી નિયમો ફક્ત જન્માષ્ટમીના તહેવાર સુધી જ સીમિત નથી પણ જો દરરોજ જીવમનમાં આ નિયમ આપનાવશો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને હમેશા માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે.
- Advertisement -