નેટફ્લિક્સ આ સમયે એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ અત્યારે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. માઈક ટાયસન અને જેક પોલ વચ્ચે બોક્સિંગ મેચ પહેલા આ સમસ્યા સામે આવી છે.
- Advertisement -
સમસ્યા દરેક જગ્યાએ નથી
Downdetector.com નામની વેબસાઈટ જે ઓનલાઈન સર્વિસ પ્રોબ્લેમ્સ ટ્રૅક કરે છે તેના અનુસાર લગભગ 14 હજાર યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં પરેશાની થઈ રહી છે. આ સમસ્યા દરેક જગ્યાએ નથી, કેટલાક વપરાશકર્તાઓ નેટફ્લિક્સ ચલાવી રહ્યા છે. પરંતુ ઘણા વિસ્તારોમાં યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સમસ્યાનું કારણ શું છે અને Netflix એ હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપી નથી.
એપ્લિકેશનને લઇ સમસ્યા
- Advertisement -
Downdetector.com મુજબ સમસ્યા વધુ થવા પર લગભગ 13,895 રિપોર્ટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. હવે આ આંકડો ઘટીને 5,100ની આસપાસ આવી ગયો છે. મોટાભાગના વપરાશકર્તાઓ લગભગ 86%ને વિડિઓ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લગભગ 10% વપરાશકર્તાઓને સર્વર સાથે કનેક્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે અને 4% વપરાશકર્તાઓને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે.
ભારતમાં પણ આ સમસ્યા આવી રહી છે. 9.30 વાગ્યા સુધી 1,200 થી વધુ રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના રિપોર્ટસ (84%) વિડિયો સ્ટ્રીમિંગ સાથે સમસ્યાઓના હતા. બાકીના (10%) રિપોર્ટ્સ એપ્સ અને (8%) વેબસાઈટ સાથે સંબંધિત હતા.
સોશિયલ મીડિયા પર યુઝર્સ પરેશાન
પરેશાન યુઝર્સ તેમની સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ સમસ્યા વિશે માહિતી માંગી રહ્યા છે. ઘણા લોકો એરર મેસેજ આવવા અને કંટેંટ સ્ટ્રીમ ન થવાની વાત કરી રહ્યા છે.