ઇઝરાયલ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ હમાસના આતંકિઓ દ્વારા મહિલાઓ પર કરેલા અત્યાચારો સામે આતંરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા સમૂહ અને યૂએનએ કોઇ પણ પ્રકારનો વિરોધ નોંધાવ્યો નથી. જેના લીધે વડાપ્રધાને બેંજામિને તેની ઝાટકણી કાઢી છે. તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સંગઠનો પર પ્રશ્નો ઉભા કર્યા છે.
નેતન્યાહીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, હું મહિલાઓના અધિકાર સંગઠનથી લઇને માનવાધિકાર સંગઠનોએ કહ્યું કે, તમે ઇઝરાયલી મહિલાઓની સાથે થયેલા દુષ્કર્મ બાબતે સાંભળ્યું, પરંતુ તમે એ સમયે ક્યાં હતા? જયારે મે આશા રાખી કે વિશ્વ સ્તરીય નેતા આ બરબરતા પર વાત કરશે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય સંગઠનોના મૌન સામે નેતન્યાહૂ ભડક્યા
વડાપ્રધાન નેતન્યાહૂને તેલ અવીવમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ છોડવામાં આવેલા બંધકો અને બંધક બનાવેલા લોકોના પરિવારજનોની સાથે મુલાકાત કરી. તેમની પાસે મે ઘણી ભયાનક યાતનાઓ વિશે સાંભળ્યું. મને દુષ્કર્મની દર્દનાક વાતો જણાવવામાં આવી. આ બધામાં મહિલા સંગઠન અને બીજા સંગઠનની તરફથી એક શબ્દ પણ બોલ્યા નહીં. તેમણે આ સંગઠનો સામે પ્રશ્નો ઉઠાવ્યા કે, તમે આ કારણે ચુપ છો, કે તેઓ યહૂદી મહિલાઓ હતી.
નેતન્યાહૂએ જણાવ્યું કે, બંધકોને છોડવવો એકમાત્ર ઉપાય યુદ્ધ છે અને જમીની ઓપરેશન અને માનવીય સહાયતા તેના સમર્થનમાં છે. રક્ષા મંત્રી યોવ ગૈલેટે કહ્યું કે, જ્યારે જમીની ઓપરેશન શરૂ થયા ત્યારે તેમને વિશ્વાસ હતો કે હમાસ પર દબાણ જ બંધકોને છોડવા માટે એકમાત્ર વિકલ્પ છે. ગાઝામાં ઇંધન પૂરૂ પાડવા માટે કહ્યું કે, તેના બદલે ઇઝરાયલને માંગણી કરવાનો અધિકાર છે.