નેપાળના પીએમઓના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને સુપરત કરતા પહેલા ‘કેટલાક આંતરિક પરામર્શ’ પછી નામોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
નેપાળમાં વિરોધ પ્રદર્શનો, ભારે હિંસા અને કેપી શર્મા ઓલીના પીએમ પદ પરથી રાજીનામા બાદ, હવે ધીમે ધીમે શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. નેપાળના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ દેશના નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. નેપાળમાં કાર્યવાહક સરકારની રચના બાદ, પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ સોમવારે તેમના મંત્રીમંડળમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વર ખનાલે સોમવારે સવારે મંત્રી તરીકે શપથ લીધા છે. ચાલો જાણીએ કે આ બધાને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- Advertisement -
કયા નેતાને કયું મંત્રાલય?
સોમવારે નેપાળના વચગાળાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ થાય છે. કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વર ખાનાલે રાજધાની કાઠમંડુમાં નેપાળી રાષ્ટ્રપતિ ભવન ‘શીતલ નિવાસ’ ખાતે મંત્રી તરીકે શપથ લીધા હતા. કુલમન ઘીસિંગને ઉર્જા, શહેરી વિકાસ અને ભૌતિક માળખાગત સુવિધા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઓમ પ્રકાશ આર્યલ કાયદા અને ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળશે અને રામેશ્વર ખાનાલ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળશે.
તાજેતરમાં નેપાળમાં શું બન્યું?
નેપાળમાં, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કથિત ભ્રષ્ટાચાર સામે જનરલ-ઝેડ યુવાનો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જોકે, વિરોધ પ્રદર્શન પર પોલીસ ગોળીબારમાં મોટી સંખ્યામાં યુવાનોના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી. આ પછી, વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ગયા મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.




