ઇલેક્ટ્રીક દુકાનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કમલેશ સોની નામના 32 વર્ષીય નેપાળી યુવાનની હત્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી રહી છે. ન્યુ જાગનાથ વિસ્તારમાં નેપાળી યુવકને તેના જ મિત્રએ ગળું વાઢી હત્યા કરી હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં તેના જ મિત્રએ યુવાનને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસે બનાવના પગલે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ન્યુ જાગનાથ-26માં રહેતા અને એસ્ટ્રોન ચોક પાસે ઇલેક્ટ્રીક દુકાનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના 32 વર્ષીય નેપાળી યુવાનને તેના જ નેપાળી મિત્ર વિજય ઉજરસિંહ વિશ્વકર્મા નામના શખ્સે ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે