ઈરાનમાં મોંઘવારી સામે હજારો GenZ રસ્તા પર ઊતર્યા: 7 લોકોનાં મોત: સરકારી ઇમારતમાં તોડફોડ, રાજાશાહી પાછી લાવવાની માગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાનમાં મોંઘવારી અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યા, જે ઈરાનના પવિત્ર શહેર સુધી ફેલાઈ ગયા. કોમ શિયા ધર્મગુરુઓનો મુખ્ય ગઢ છે. ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, ભારે સુરક્ષા હોવા છતાં, વિરોધીઓએ રાજાશાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન, પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ, જેના પરિણામે 1લી જાન્યુઆરીએ પાંચ લોકોનાં મોત થયાં. અગાઉ, 31 ડિસેમ્બરે, વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 6 નાગરિકો અને 1 સુરક્ષા દળના સભ્યના મોત થયા છે, જ્યારે અંદાજે 13 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરથી શરૂ થયા હતા. શરૂઆતમાં તે રાજધાની તેહરાનના વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હજારો ૠયક્ષણ આ પ્રદર્શનમાં જોડાયા છે. દેશભરમાં ૠયક્ષણ આક્રોશમાં છે. એનું કારણ કથળતી આર્થિક સ્થિતિ રહ્યું છે. ડિસેમ્બર 2025માં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ 1.45 મિલિયન પ્રતિ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યારસુધીનો સૌથી નીચો સ્તર છે. વર્ષની શરૂઆતથી રિયાલની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે. અહીં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 72% અને દવાઓની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા 2026ના બજેટમાં 62% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.



