- દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવી
નેપાળમાં પોખરામાં રવિવારના પ્લેન ક્રેશમાં તારાજી સર્જાય ગઇ, તેમાં પ્રવાસ કરી રહેલા તમામ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બરની મૃત્યુ થઇ ગઇ છે. રવિવારના સવારે આ દુર્ઘટના પછી સેના, પોલીસ, આપત્તિ વિભાગના અધિકારીઓ કાસ્કી જિલ્લાના પોખરામાં સેતી નદીમાં રેસ્કયૂ ઓપરેશન ચાલવ્યું હતું. રવિવારના સાંજ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશમાં 68 પ્રવાસીના મૃતદેહો કબ્જે કર્યા હતા. આજે સવારે ફરી સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
આ પહેલા નેપાળના આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના પછી પ્લેન ક્રેશ સાઇટ પરથી કોઇપણ વ્યક્તિ જીવિત મળ્યું નહોતું. આર્મીના આ નિવેદનના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં પ્લેનમાં પ્રવાસ કરી રહેલા 68 પ્રવાસીઓ અને 4 ક્રૂ મેમ્બર સહિત બધા 72 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં ભારતના 5 નાગરિકોની પણ મૃત્યુ થઇ ગઇ છે. જેમાં 4 યૂપીના ગાજીપુર જિલ્લાના રહેવાસી છે. જયારે 1 વ્યક્તિ બિહારનો રહેવાસી છે.
- Advertisement -
#UPDATE Nepal aircraft crash | The search and rescue operations resume in Pokhara, a day after a Yeti Airlines aircraft crashed here and claimed 68 lives so far, as per the latest toll. pic.twitter.com/q9azE2Yv3t
— ANI (@ANI) January 16, 2023
- Advertisement -
યેતી એરલાયન્સનું એટીઆર-72 વિમાન ક્રેશ થયું
પ્લેન ક્રેશ અને તેમના પછી શરૂ થયેલા રેસ્કયૂ ઓપરેશન વિશે અધિકારીઓએ જણાવ્યું કે, કાઠમાંડૂથી પોખરા માટે ઉડી રહેલા યેતી એરલાયન્સના એક એટીઆર-72 વિમાન સવારે લગભગ 10:30 વાગ્યે નયાગાંવમાં દુર્ઘટના બની હતી.
પ્રવાસીઓમાં 3 નવજાત બાળકો, 3 યુવાનો અને 62 લોકો હતા
યેતી એરલાયન્સના જણાવ્યા અનુસાર, વિમાન જુના હવાઇ અડ્ડા અને પોખરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકની વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થયું. વિમાનમાં રહેલા પ્રવાસીઓમાં 3 બાળકો, 3 યુવાનો અને 62 લોકો સામેલ હતા. નેપાળના નાગરિક ઉડ્ડયન વિભાગના જણાવ્યા અનુસાર, મૃતક પ્રવાસીઓમાં 53 નેપાળી નાગરિકો, 5 ભારતીય, 4 રશિયન, 1 આયરિશ, 1 ઓસ્ટ્રેલિયાઇ, અને અન્ય લોકો સામેલ હતા. મૃતદેહોની ઓળખ કર્યા પછઈ તેમને પરિવારને સોંપવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
Black box of crashed Nepal plane recovered
Read @ANI Story | https://t.co/R8h2BwlTKX#BlackBox #NepalPlaneCrash #NepalPlane #Pokhara #Nepal #RescueOperations pic.twitter.com/vFheYCH5rM
— ANI Digital (@ani_digital) January 16, 2023
આજે નેપાળમાં એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર
જો કે પ્લેન ક્રેશ પછી રવિવારના મંત્રીમંડળની એક આપતા બેછક બોલાવવામાં આવી, જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર માટે લોકો માટે રાષ્ટ્રીય શોક દિવસના રૂપે સાર્વજનિક ધોરણે જાહેરાત કરવામાં આવી છે.
દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવી
મંત્રીમંડળની બેઠકમાં દુર્ઘટનાની તપાસ માચે સંસ્કૃતિ, પ્રવાસ અને નાગરિક ઉડ્ડ્યન વિભાગના પૂર્વ સચિવ નાગેન્દ્ર ઘિમિરની અધ્યક્ષતામાં 5 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે. સરકારે આદેશ આપ્યા કે, દરેક ડોમેસ્ટિક એરલાયન્સના વિમાન ઉડતા પહેલા સઘન નિરિક્ષણમાંથી પસાર થાય છે.