ડુંગળી, ઘઉં, ચારાનાં ઢગલાને નુકસાન, ધરતીપુત્રોમાં આક્રોશ : વળતરની કરવામાં આવી માંગ
ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણ પંથકનાં પસવાડા ગામે ડેમ આવેલો છે અને કેનાલ મારફત પસવાડા, કારીયા, મેદાપર અને દુધાળા ગામનાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. ત્યારે જ ખેડૂતોને જાણ કર્યા વિના રાત્રે પાણી છોડી દેવાતા આ પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ભેંસાણ પંથકનાં પસવાડા નાની સિંચાઈ યોજના હેઠળ કેનાલનું નિર્માણ થયા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાઈ છે. ત્યારે જ દુધાળા ગામે રાત્રીના સમયે ખેડૂતોની જાણ બહાર પાણી છોડવામાં આવ્યું હતું. અને બીરછુભાઈ ડાંગરનાં ખેતર નજીકની કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેથી આશરે 90 વિઘા જમીનમાં પાણી ફરી વળતા ઘંઉ, ડુંગળી અને સુકાચારાનાં ઢગલાઓને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, રવિપાક હવે થોડા સમયમાં જ તૈયાર થવાનો હોય ત્યારે જ પાણી ફરી વળતા નુકસાન થયું છે. જેથી તંત્ર દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.