13.6 કરોડમાંથી 9.8 કરોડ ડીમેટ ખાતાધારકોએ નોમિનીનું નામ નથી નોંધાવ્યું: નોમિની ન નોંધાવવા રોકાણકારો માટે જોખમ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં લગભગ 13.6 કરોડ ડીમેટ ખાતા ધારકોમાંથી અધધધ 9.8 કરોડ લોકોએ નોમિનીનું વિવરણ નથી આપ્યું. અર્થાત 73 ટકા ખાતા ધારકો નોમિનીની નોંધ કરાવવાનું ચુકી ગયા છે.આ આંકડા બજાર નિયામક સેબીએ જાહેર કર્યા છે.સેબીનું કહેવુ છે કે રોકાણકારોનાં આ વલણથી મોટુ જોખમ પેદા થઈ શકે છે. ખાસ કરીને 9.51 કરોડ ખાતા ધારકો (69.73) ટકાએ જાણી જોઈને નામાંકન (નોમિની) ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.જયારે લગભગ 2.76 ટકા રોકાણકારો અસમંજસમાં છે. જયારે ડીમેટથી ઉલટુ મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં 86 ટકા નોમિનીના વિવરણ ભરવામાં આવ્યા છે.કુલ 8.90 કરોડ મ્યુચ્યુઅલ ફંડ ખાતામાંથી માત્ર 6 ટકાએ નોમિનેશન ન કરાવીને બહાર નિકળવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જયારે 8 ટકા એવા છે જો તેને લઈને અસમંજસમાં છે તેમણે ન તો નોમિની ભર્યુ છે કે ન તો બહાર નિકળવાનો વિકલ્પ પસંદ કર્યો છે. નોમિની વિના સંબંધિત રોકાણકારોના ડિમેટ ખાતા સુધી પહોંચવા તેમના ઉતરાધિકારીઓને પહોંચવુ મુશ્કેલ બની જાય છે. તેના માટે વસીયત કે ઉતરાધિકારી સંબંધિત પ્રમાણપત્ર રજુ કરવા પડે છે.
ઉલ્લેખનીય છે કે, સબ નોમિની દાખલ કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ વાર સમય સીમા વધારી ચુકી છે. હવે આ સમયસીમા વધારીને 30 જુન 2024 કરાઈ છે.સેબીએ ચેતવણી આપી હતી કે જો ખાતા ધારક નોમનીની પ્રક્રિયા પુરી નહીં કરે તો તેના ડીમેટ ખાતાને નિષ્ક્રીય કરી દેવાશે.
બજાર વિશ્લેષકો મુજબ આ સ્થિતિ માટે નવા શેર બ્રોકરો ઘણા જવાબદાર છે.તેઓ નોમિનેશનની પ્રક્રિયા નકારી દે છે તેઓ ખાતા ધારકોની સહમતી વિના નોમિનેશન અપડેટ કરી દે છે.