જો તમે ધન સંબંધી પરેશાનીઓને દૂર કરવા માંગો છો તો આ અમાસ પર આ ખાસ ઉપાય કરો. ઉપાય મુજબ તમે કોઈ પીપળાના ઝાડ નજીક જાવ અને પોતાની સાથે જનોઈ અને સંપૂર્ણ પુજન સામગ્રી લઈને જાવ. પીપળાની પૂજા કરો અને જનેઉ અર્પિત કરો. આ સાથે જ ભગવાન શ્રીહરિના મંત્રોનો જાપ કરો અથવા તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.
ત્યારપછી પીપળાની પરિક્રમા કરતા ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. આ ઉપાય દ્વારા પિતૃ દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે.
અમાસ પર આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન કે બિલી પત્ર ન તોડવા જોઈએ. જો તમે અમાસ પર દેવી-દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવવા માંગો છો તો એક દિવસ પહેલા જ પાન તોડીને મુકી લો. જો અમાસના દિવસે નવુ બિલિપત્ર ન મળે તો જૂના પાનને જ ધોઈને ફરીથી શિવલિંગ પર અર્પિત કરી શકો છો.
- Advertisement -
ધન સંબંધી સમસ્યાઓ માટે
લક્ષ્મી પ્રાપ્તિ માટે શુ કરશો
બંને હાથોથી માથુ ન ખંજવાળવું જોઈએ. તમારા હાથથી શરીરનુ કોઈપણ અંગ ન વગાડવુ જોઈએ. પગ પર પગ મુકીને ન બેસશો. પગને હલાવશો નહી. માટીના ગાંગડાઓને ફોડશો નહી. દેવતાઓ અને વરિષ્ઠોના સામે થુંકશો નહી.. પગથી આસન ખેંચીને ન બેસશો. આવુ કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે.
કણ-કણ અને પલ-પલની કિમંત
વિદ્યા મેળવવાની ઈચ્છા રાખનારાઓએ ક્ષણ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણને પણ વ્યર્થ ન કરવો જોઈએ. પણ ક્ષણ ક્ષણ વિદ્યાભ્યાસ કરતા રહેવુ જોઈએ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણ કણ ધનનો સંગ્રહ કરવો જોઈએ.
સોમવતી અમાવસ્યા 2021: સોમવતી અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીંતર થશે..
સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. સોમવતી અમાવસ્યા વ્યક્તિને ભાગ્યશાળી બનાવી શકે છે. હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે પૂજા કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને પતિને લાંબા આયુષ્ય જેવા લાભ મળે છે. ભાદ્રપદ મહિનાની સોમવતી અમાવસ્યા 6 સપ્ટેમ્બર એટલે કે આજે છે. ચાલો જાણીએ સોમવતી અમાવસ્યાના દિવસે કયા કામ ન કરવા જોઈએ.
– આ નકારાત્મક શક્તિઓ માનસિક રીતે નબળા કોઈપણ વ્યક્તિને તરત જ પોતાના પ્રભાવમાં લઈ લે છે. ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ આ નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવે છે, ત્યારે તેઓ પોતાની જાતને નિયંત્રિત કરી શકતા નથી.
– અમાવસ્યા પર પિતૃની કૃપા મેળવવા માટે ઘરમાં અશાંતિનું વાતાવરણ ન હોવું જોઈએ. આજે લડાઇ-ઝઘડા અને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. આ દિવસે કડવા વેણ તો બિલકુલ ન બોલવા જોઈએ.
– આજના દિવસે મોડે સુધી સુવું જોઈએ નહીં. અમાસના દિવસે વહેલી ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો પછી ઘરે સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી સૂર્યદેવનું અર્ધ્ય આપવાનું ભૂલશો નહીં. સ્નાન કરો તે પહેલાં કંઈ બોલશો નહીં મૌન રહો.
– અમાવસ્યાના દિવસે પીપળાની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. પરંતુ શનિવાર સિવાય બીજા કોઈ દિવસે પીપળાને સ્પર્શ કરવો જોઈએ નહીં, તેથી પૂજા કરો પણ પીપળાના ઝાડને સ્પર્શશો નહીં. તેનાથી આર્થિક સ્થિતિ નબળી બને છે.
– અમાસના દિવસે ઘણી વસ્તુઓની મનાઇ ફરમાવવામાં આવી છે. અમાસના દિવસે કોઇપણ પ્રકારના નશા વગેરેથી સંપૂર્ણપણે દૂર રહેવુ જોઇએ. ભૂલથી પણ આ દિવસે માસ-મદિરાનું સેવન કરો. આ દિવસે સાદુ ભોજન કરો અને વધુમાં વધુ સમય મૌન રહીને ધ્યાન કરો.
– આ દિવસે પલંગ પર નહીં પણ સાદડી પર સૂવું જોઈએ. જો તમારે મૌન અમાસનું વ્રત છે તો પછી આજના દિવસે કોઈપણ પ્રકારનો શ્રૃંગાર કરશો નહીં,
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.