– PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
આગામી 6 ઓગસ્ટના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA તરફથી ઉમેદવાર જગદીપ ધનખડેએ સંસદ ભવનમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
- Advertisement -
NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે સંસદ ભવનમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ સામેલ થયા હતા.
Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA.
Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO
- Advertisement -
— ANI (@ANI) July 18, 2022
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડેની ઉમેદવારી પહેલા તેમનું સમર્થન કરી રહેલા સાંસદો સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રમાં સત્તાધારી એનડીએએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને આગામી 6 ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો તેઓ ચૂંટણી જીતી જાય તો, આ મહત્વપૂર્ણ સંવૈધાનિક પદ પર પહોંચનારા રાજસ્થાનના બીજા નેતા હશે.
#WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi.
(Source: DD) pic.twitter.com/jyUOddtxOe
— ANI (@ANI) July 18, 2022
રાજસ્થાનથી આ અગાઉ ભેરો સિંહ શેખાવત દેશના ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. તેમમે ઓગસ્ટ 2002થી જૂલાઈ 2007 સુધી 11માં ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. ધનખડે મૂળ તો રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાંથી આવે છે. ભેરો સિંહ શેખાવત પણ શેખાવટીમાંથી જ આવતા હતા. જેમાં સીકર, ઝુંઝનું અને ઉત્તર પૂર્વી રાજસ્થાનની આજૂબાજૂનો વિસ્તાર છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પોતાની ભૂમિકા પહેલા 71 વર્ષિય ધનખડે એક ખ્યાતનામ વકીલ રહી ચુક્યા છે. તેમણે રાજસ્થાનમાં જાટ સમુદાયને અન્ય પછાત વર્ગનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જાટ સમુદાયમાંથી આવતા ધનખડ સમાજવાદી પૃષ્ઠભૂમિના રહ્યા છે અને તેઓ પૂર્વ પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે.