મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓના સૌથી વધુ આત્મહત્યાના કિસ્સા
દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા પર આધારિત રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓએ સૌથી વધુ આત્મહત્યા કરી છે.
- Advertisement -
રાજસ્થાનનું કોટા આત્મહત્યાના મામલાઓ માટે હંમેશા સમાચારમાં રહે છે, પરંતુ આ રિપોર્ટમાં તે 10માં સ્થાને છે. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કરવાનો આંકડો વસ્તી વૃદ્ધિ દરને વટાવી ગયો છે. આ રિપોર્ટ બુધવારે વાર્ષિક IC-3 કોન્ફરન્સ અને એક્સ્પો 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આત્મહત્યાના કુલ કેસોમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે, જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં વધારો 4 ટકાથી વધુ છે. આ એવી સ્થિતિ છે જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના અહેવાલો પોલીસમાં ભાગ્યે જ નોંધાય છે.
IC-3 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ’વિદ્યાર્થીઓની આત્મહત્યામાં છેલ્લા બે દાયકામાં 4 ટકાના ચિંતાજનક વાર્ષિક દરે વધારો થયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણો છે. 2022માં વિદ્યાર્થીઓની કુલ આત્મહત્યામાં વિદ્યાર્થીઓનો હિસ્સો 53 ટકા હતો. 2021 અને 2022 ની વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વિદ્યાર્થિનીઓની આત્મહત્યામાં 7 ટકાનો વધારો થયો છે.’ આત્મહત્યાની ઘટનાઓ વસ્તી વૃદ્ધિ દર અને એકંદર આત્મહત્યાના વલણને ઓળંગી રહી છે. છેલ્લા દાયકામાં, 0-24 વર્ષની વયના બાળકોની વસ્તી 582 મિલિયનથી ઘટીને 581 મિલિયન થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા વધીને 13,044 થઈ ગઈ છે.