શરદ પવારે પોતાની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ધીરે ધીરે ખસવાનું શરુ કરી દીધું છે જે અંતગર્ત તેમણે આજે પાર્ટીમાં બે મોટા ફેરફારનું એલાન કર્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં મોટી હિલચાલ માલૂમ પડી છે. થોડા સમય અગાઉ પાર્ટી પ્રેસિડન્ટનો હોદ્દો છોડવાનું એલાન કરનાર શરદ પવારે આજે ફરી બધાને ચોંકાવી મૂકે તેવા નિર્ણયની જાહેરાત કરી છે. શરદ પવારે પાર્ટી પ્રેસિડન્ટનો હોદ્દો તો છોડ્યો નથી પરંતુ પુત્રી સુપ્રિયા સુલેને પ્રમોટ કરી છે સાથે એક ગુજરાતીનું પણ કદ વધાર્યું છે.
- Advertisement -
સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ કાર્યકારી અધ્યક્ષ
એનસીપીના 25મા જન્મદિવસના પ્રસંગે પાર્ટી સુપ્રીમો શરદ પવારે પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે જે લોકસભાની ચૂંટણી પહેલા એક મોટી હિલચાલ છે. શરદ પવાર પાર્ટી પ્રેસિડન્ટ તરીકે પોતે તો ખસ્યા નથી પરંતુ તેમણે પાછલા બારણેથી પુત્રીને કમાન સોંપવાનું શરુ કર્યું છે. તાજેતરમાં શરદ પવારે પાર્ટી ચીફનો હોદ્દો છોડવાની જાહેરાત કરી હતી. જોકે કાર્યકરોના રોષ અને આગેવાનોની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે હાઈકમાન્ડે પાર્ટીમાં બે નવા કાર્યકારી પ્રમુખ બનાવીને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
અજિત પવારને ન મળ્યું ખાસ સ્થાન
એનસીપીના નવા ફેરફારમાં શરદ પવારના ભત્રિજા અજિત પવારને ખાસ કંઈ સ્થાન મળ્યું નથી.
- Advertisement -
#WATCH | …All opposition parties have to come together, I am sure the people of this country will help us. On 23rd we all are meet in Bihar, discuss and come up with a programme and will travel across the country and present it to the people…": NCP chief Sharad Pawar pic.twitter.com/Joe7GZUixn
— ANI (@ANI) June 10, 2023
એનસીપીના સ્થાપના દિવસે શરદ પાવરનું એલાન
એનસીપી શનિવારે તેનો 25મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું, “આપણે બધાએ એનસીપીને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. આ પ્રસંગે શરદ પવારે કહ્યું કે પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલેને કાર્યકારી સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોને કઈ જવાબદારી મળી
સુપ્રિયા સુલે – કાર્યકારી પ્રમુખ. મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, મહિલા યુવાનો, લોકસભા સમન્વયની જવાબદારી
પ્રફુલ્લ પટેલ – કાર્યકારી પ્રમુખ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાની જવાબદારી
સુનીલ તટકરે – રાષ્ટ્રીય મહાસચિવ . ઓડિશા, પશ્ચિમ બંગાળ, ખેડૂતોનો હવાલો, લઘુમતી વિભાગ
નંદા શાસ્ત્રી – દિલ્હી પ્રદેશ પ્રમુખ
ફૈસલ – તમિલનાડુ, તેલંગાણા, કેરળની જવાબદારી