વર્ષ 2025 માં ધો.4, 5, 7, 9 ના નવા પાઠય પુસ્તકો આવશે
ગણિત બોરીંગ નહીં, મનોરંજક બનાવવા તૈયારી: સ્કુલી શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવા પર ભાર
- Advertisement -
રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનઆઈઆરટી)એ 2024 સેશનમાં ત્રીજા અને છઠ્ઠા ધોરણ માટે બધા પાઠય પુસ્તકો જાહેર કરી દીધા છે. છઠ્ઠા ધોરણ માટે બચેલુ મેથ્સનું પુસ્તક પણ હવે આવી ગયુ છે. જયારે એનસીઆઈઆરટીએ 2025 ના નવા પુસ્તકોની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
સુત્રોનું કહેવુ છે કે આવત વર્ષે કલાસ 4,5,7 અને 9 ના નવા પુસ્તકો લાવવા પર કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે નવુ સત્ર શરૂ થતા પહેલા જ સમયસર પુસ્તકો આવે તેના માટે અત્યારથી જ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
છઠ્ઠા ધોરણનાં મેથ્સનાં પુસ્તકનું નામ ગણીત-પ્રકાશ રાખવામાં આવ્યું છે અને તેમાં ખાસ વાત એ છે કે મેથ્સને બોરીંગ વિષયની જેમ નહીં બલકે રમત-રમતમાં ભણાવવા પર વધુ જોર આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીનું કહેવુ છે કે 2024-25 માં પુસ્તકો લાવવામાં આવ્યા છે. એ રીતે આવતા વર્ષે પણ પુસ્તકો તૈયાર કરાશે તેમનું કહેવુ છે કે બાળકોમાં સ્વદેશ પ્રેમ અને પોતાના દેશના બારામાં વધુને વધુ જાણવા પર્યાવરણની સુરક્ષા સહીત અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તકો લાવવામાં આવ્યા છે.
- Advertisement -
કન્ટેન્ટ ઓછુ, ચિત્રોનો ઉપયોગ વધુ:
નવા પુસ્તકોમાં કન્ટેન્ટને ઘટાડવામાં આવ્યું છે અને ગ્રાફીક તેમજ પીકચરનો વધુ ઉપયોગ કરાયો છે. છઠ્ઠા ધોરણના ગણીત પ્રકાશ પુસ્તકમાં નંબર પ્લે પાર્કમાં જઈને રમત રમતમાં ગણીતને સમજવા જેવા પ્રયોગ કરવામાં આવ્યા છે.
મેથ્સને સરળ ભાષામાં શીખવવાની જરૂરત:
અધિકારીનું કહેવુ છે કે, દેશમાં થયેલા સર્વેમાં છાત્રો મેથ્સનાં વિષયને લઈને પોતાની પરેશાની બતાવે છે પણ મેથ્સ ખૂબ જ રસપ્રદ વિષય છે. બસ જરૂર છે બાળકને શરૂઆતમાં જ મેથ્સ વિષયને આસાન અને સરળ ભાષામાં શીખવવામાં આવે તેમનું કહેવુ છે કે નવા પુસ્તકોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોને સામેલ કરવામાં આવી છે. 2024 માં ધોરણ 3 અને 6 ઉપરાંત અન્ય કોઈપણ ધોરણ માટે મોજુદ પાઠય ક્રમ કે પાઠય પુસ્તકોમાં ફેરફાર નથી કરવામાં આવ્યો.
સ્થાનિક ભારતીય ભાષા શીખવા પર જોર:
સ્કુલી શિક્ષા અને સાક્ષરતા વિભાગનાં સચીવ સંજયકુમારની અધ્યક્ષતામાં થયેલી એક બેઠક્માં બહુભાષાવાદ સ્કુલોમાં શિક્ષણનું માધ્યમ અને છાત્રો માટે સ્થાનિક ભારતીય ભાષામાં શીખવા પર જોર આપવામાં આવ્યું છે. એનસીઈઆરટી હિન્દી અને ઈગ્લીશ ઉપરાંત સ્થાનિક ભાષાઓમાં પણ પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ બાબત પર જોર આપે છે કે નાના બાળકો પોતાની ઘરેલુ ભાષા, માતૃભાષામાં વધુ ઝડપથી શીખે છે અને સમજે છે.