દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને લઈને NCBએ લાંબા સમય બાદ હવે મોટો દાવો કર્યો છે.
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને લઈને NCBએ લાંબા સમય બાદ હવે મોટો દાવો કર્યો છે. NCBએ ફરી એકવાર સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) પર ડ્રગ્સ ખરીદવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં, NCBએ સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત નાર્કોટિક્સ સંબંધિત કેસમાં ફાઇલિંગનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં ઘણા રહસ્યો ખુલતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ સંપૂર્ણ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તીએ તેના ભાઈ શોવિક અને તેના સાથી આરોપીઓ પાસેથી ઘણી વખત ગાંજા ખરીદ્યો છે, તેણે પોતે પણ આ ગાંજો ઘણી વખત સુશાંત સિંહ રાજપૂતને આપ્યો હતો. રિપોર્ટમાં દાખલ કરાયેલા આરોપો અનુસાર, ` હાઈ સોસાયટી અને બોલિવૂડ`માં માદક દ્રવ્યોના વિતરણ, વેચાણ અને ખરીદીની સુવિધા માટે માર્ચ 2020 થી ડિસેમ્બર 2020 ની વચ્ચે તમામ આરોપીઓએ એકબીજા સાથે મળીને અથવા એક જૂથમાં ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
આ કેસમાં એસીબીએ રિયા અને શોવિક સહિત અનેક આરોપીઓ પર ડ્રગ્સ ખરીદવા અને ડ્રગ્સ પેડલર્સ સાથે સંપર્ક કરવાનો આરોપ મૂક્યો છે. જેમાં કહેવાય છે કે રિયા ડ્રગ્સ લેતી અને સુશાંતને આપતી હતી.
SSR death case: NCB says Rhea Chakraborty received multiple ganja deliveries
- Advertisement -
Read @ANI Story | https://t.co/AmrImTyE2E#RheaChakraborty #SSRDeathCase #NCBChargesRheaInDrugs #NCBonRheaChakraborty #SushantSinghRajputcase pic.twitter.com/baetL1JIKC
— ANI Digital (@ani_digital) July 13, 2022
પૂજા સામગ્રીના નામે ડ્રગ્સ ખરીદ્યું
આ ઉપરાંત એસીબીએ કોર્ટમાં દાવો કર્યો છે કે સંદીપ પીઠાણીએ પૂજા સામગ્રીના નામે ડ્રગ્સ ખરીદ્યુ હતુ. NCBએ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં દાખલ કરેલા તેના આરોપમાં દાવો કર્યો છે કે માર્ચ અને ડિસેમ્બર 2020 વચ્ચે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસના તમામ 35 આરોપીઓએ ડ્રગ્સની ખરીદી, વેચાણ અને વિતરણ સહિત ડ્રગની દાણચોરીનો ગુનો કર્યો હતો અને ગુનાહિત કાવતરું ઘડ્યું હતુ. બોલિવૂડમાં ગાંજા, ચરસ, એલએસડી, કોકેન અને અન્ય પ્રતિબંધિત ડ્રગ્સનો વેપાર કરતા હતા.
હવે કોર્ટમાં સાબિત કરવું પડશે
NCBએ રિયા ચક્રવર્તી પર ગાંજા લેવા અને તેના માટે પૈસા ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. જો કે, એસીબીનો આરોપ કોર્ટમાં દલીલો, પુરાવાઓ સાથે પુરવાર કરવાનો બાકી છે. રિયાના વકીલો આ આરોપોને નકારી રહ્યા છે. તેની સામે રિયાના વકીલ કોર્ટમાં દલીલ કરશે કે આ આરોપ કેવી રીતે ખોટા છે અને રિયા તેમાં સામેલ નથી.
રિયાનો ભાઈ વેપારી સાથે સતત સંપર્કમાં
NCBના આરોપમાં જણાવાયું છે કે આરોપી નંબર 10 એટલે કે રિયા ચક્રવર્તીને આરોપી સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક (રિયાનો ભાઈ), દીપેશ સાવંત અને અન્યો પાસેથી ગાંજાની અનેક ડિલિવરી મળી હતી અને તે ડિલિવરી સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી હતી. એટલું જ નહીં, રિયાએ શોવિક ચક્રવર્તીના કહેવા પર માર્ચ 2020 થી સપ્ટેમ્બર વચ્ચે તે ડિલિવરી માટે ચૂકવણી કરી. આરોપો અનુસાર, રિયાનો ભાઈ શોવિક ડ્રગ્સ પેડલર્સ સાથે સતત સંપર્કમાં હતો અને ગાંજા અને ચરસનો ઓર્ડર આપ્યા પછી સહ-આરોપીઓ પાસેથી ઘણી ડિલિવરી કરતો હતો અને તે ડ્રગ્સ સુશાંત સિંહ રાજપૂતને પણ આપતો હતો.