ભાજપ 29 બેઠક પર આગળ: ઇલ્તિજા મુફ્તીએ PDPની હાર સ્વીકારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર નેશનલ કોન્ફરન્સ (ગઈ) અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર રચાય તેમ લાગે છે. ગઠબંધન 46 સીટો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ 41 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 5 સીટો પર આગળ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી ઈખ હશે.
ભાજપ 29 સીટો પર અને પીડીપી 4 સીટો પર આગળ છે. અપક્ષો અને નાના પક્ષો 9 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બડગામમાં જીત્યા અને ગાંદરબલમાં આગળ ચાલી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા સીટથી પાછળ છે. તેણે કહ્યું- હું લોકોનો નિર્ણય સ્વીકારું છું. બીજી તરફ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી હારી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા 2014માં યોજાયેલી ચૂંટણીમાં 65% મતદાન થયું હતું. આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું.
- Advertisement -
5 ઓક્ટોબરે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનસી-કોંગ્રેસ સરકારને 5 સર્વેમાં બહુમતી આપવામાં આવી હતી. 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બનશે. આમ આદમી પાર્ટી માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અઅઙએ અહીં ખાતું ખોલ્યું છે. ડોડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે બીજેપીના ગજય સિંહ રાણાને લગભગ 4500 વોટથી હરાવ્યા છે.
ઓમર અબ્દુલ્લા બનશે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી: ફારુક અબ્દુલ્લાનું મોટું એલાન
જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી પૂર્ણ થવાના આરે છે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનતી નજર આવી રહી છે. જો કે, ભાજપ પણ અહીં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. ત્યારે આ વચ્ચે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારુક અબ્દુલ્લાએ મોટું એલાન કરતાં કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, ‘લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.’ બડગામ બેઠક પર 58.97% મતદાન થયું હતું. આ બેઠક 1977થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે. તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લા બડગામની સાથે-સાથે ગાંદરબલથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બન્ને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા 9766 મતોથી આગળ છે. આ બેઠક પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે.