અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની અપકમિંગ ફિલ્મ હડ્ડીનાં મોશન પોસ્ટરમાં લેડીનાં ગેટ અપમાં જોવા મળ્યા.
નવાઝુદ્દીન સિદ્ધિકીનાં આ અવતારને દિલ થામીને જુઓ, કેમકે તેમનો નવો લુક તમારા હોશ ઉડાવી દેશે. બૉલીવુડનાં મોસ્ટ વર્સેટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્ધિકી જલ્દી જ રિવેન્જ ડ્રામા ફિલ્મ હડ્ડીમાં જોવા મળશે. ફિલ્મમાં તેમનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં એક્ટરને ઓળખી પણ શકાતા નથી.
- Advertisement -
નહીં જોયો હોય નવાઝુદ્દીન સિદ્ધિકીનો આવો અવતાર
નવાઝુદ્દીન સિદ્ધિકીની ફિલ્મ હડ્ડીનું મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્ધિકી લીડ રોલમાં જોવા મળશે. પોસ્ટરમાં નવાઝુદ્દીન સિદ્ધિકી છોકરીના લુકમાં જોવા મળી રહ્યા છે, તેમણે ગ્રે કલરનું શિમરી ગાઉં પહેરેલ છે. ગલોઇન્ગ બોલ્ડ મેક અપ અને સ્ટાઇલિશ હેરસ્ટાઇલમાં નવાઝુદ્દીન સિદ્ધિકીને ઓળખવા પણ અઘરા છે. તેમના હાથમાઆ લોહી જોવા મળે છે અને તેમણી પાસે એક હથિયાર પણ છે, જેનાં પર લોહી લાગેલ છે.
મોશન પોસ્ટરમાં નવાઝુદ્દીન સિદ્ધિકી જે ગ્રેસ અને અદા સાથે કહેર પર બેઠા છે, તેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે નવાઝુદ્દીન સિદ્ધિકીએ પોતાના આ પાત્રમાં ઢળવા માટે ખૂબ જ મહેનત કરી છે. નવાઝુદ્દીન સિદ્ધિકીએ પોતાના પાત્ર વિશે વાત કરતાં કહ્યું છે કે મેં ઘણા અલગ અને રસપ્રદ પાત્રો ભજવ્યા છે, પરંતુ હડ્ડી સૌથી યૂનિક અને સ્પેશિયલ થવાનું છે, કેમકે તમે ક્યારેય પણ મને આ અવતારમાં નહીં જોયો હોય. આ મને એક એક્ટર તરીકે આગળ વધવામાં પણ પુષ કરશે.
Crime has never looked this good before. 🔥 #Haddi, a noir revenge drama starring @nawazuddin_s in a never-seen-before avatar.
Filming begins, releasing in 2023.@AkshatAjay @rajesh_rosesh #SaurabhSachdeva #ShreeDharDubey @imadityakashyap @jayoza257 @ravibasrur pic.twitter.com/HJbFk3thcT
- Advertisement -
— Zee Studios (@ZeeStudios_) August 23, 2022
ક્યારે રીલીઝ થશે હડ્ડી?
મેકર્સે હડ્ડી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતાં ફિલ્મની રીલીઝ ડેટ પણ અનાઉન્સ કરી દીધી છે. હડ્ડી ફિલ્મનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે 2023માં રીલીઝ થશે.
આ ફિલ્મને અક્ષત આજે શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્ધિકીનું પાત્ર શું હશે, એ વિશે હાલ તો કંઇ રિવિલ કરવામાં આવ્યું નથી. પરંતુ તેમનો લઉ જ એટલો દમદાર છે કે ફેન્સ હવે આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્ધિકીનાં આ લુક પર ફેન્સ ફીદા થઈ ગયા છે એન ઈકટરનાં લૂકને એપિક જણાવી રહ્યા છે.